અકસ્માત:લાલપર નજીક આઇસર સાથે બાઇક અથડાતા બેના મોત, અકસ્માતના પગલે સર્જાયો ટ્રાફિકજામ

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી નજીકથી પસાર થતો નેશનલ હાઇવે વાહન ચાલકો માટે જાણે યમરાજનું દરવાજો બની ગયો હોય તેમ અવારનવાર લોકોના વાહન અકસ્માતમાં મોત નિપજી રહ્યા છે, ત્યારે ગુરુવારે લાલપર નજીકથી પસાર થઇ રહેલા બાઇક સવારો અકળ કારણોસર અાઇસર પાણીના ટાંકા સાથે અથડાઇ પડ્યા હતા અને રસ્તા પર ફંગોળાઇ જતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાંથી એકની ઇજા જીવલેણ નીવડી હતી અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ગંભીર ઇજા સાથે પહેલાં મોરબી સિવિલમાં અને બાદમાં રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો જ્યાં સારવારમાં તેનું મોત નીપજ્યું હતું.

બપોરના સમયે મોરબીના લાલપર ગામ નજીક આવેલા પાવર હાઉસ પાસે બપોરના સમયે ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા બે યુવાન આઈસર પાણીના ટાંકા સાથે ભટકાયા હતા, જેથી બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી.ઘટનામાં વિજય રામચંદ્ર ગુપ્તાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો તેની સાથેના બીજા એક યુવક રામસિંગને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.ઘટનાને પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે પણ અકસ્માત અંગે નોધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...