ધરપકડ:મોરબી પ્રાંત કચેરીના ક્લાર્ક સહિત બે લાંચ લેતા ઝડપાયા, રસ્તો ક્લિયર કરાવવા 75 હજાર માંગ્યા હતા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા કલાર્કે ફડસર ગામ નજીકનો રસ્તો ખુલ્લો કરવા રૂ 75 હજારની લાંચની માંગણી કરી હતી. મોરબી તાલુકાના ફડસર ગામમાં એક અરજદારે ગામની નજીકનો રોડ ખુલ્લો કરવા અરજી કરી હતી જે અરજી પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી નિર્મળ ખુંગલા પાસે પહોંચી હતી.

જે બાદ ક્લાર્ક નિર્મલે રસ્તો ખુલ્લો કરવા રૂ 75 હજારની માંગણી કરી હતી.અને અરજદારને લાંચ ન આપવી હોય એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને ટીંબળી પાટિયા પાસે નાણાની લેવડદેવડ કરવાનું નક્કી થયું હતું. નિર્મલ કારમાં બેસી રહ્યો અને તેની સાથે રહેલો વચેટિયો ધર્મેન્દ્ર બારચિયા લાંચ લેવા પહોંચ્યો હતો ત્યારે એસીબીએ રૂ 75 હજારની લાંચ લેતા બન્નેને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...