મોરબીમાં બે મિત્રોને કાળ ભેટ્યો:પૂનમ ભરવા ગયેલા બે મિત્રોને ટીબડી પાટીયા નજીક અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નિપજ્યું

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર

કચ્છના સામખીયાળીથી મોરબીના માટેલ ગામે ખોડીયાર માતાજીનાં મંદિરે પૂનમ ભરવા જતા બે મિત્રોએ કાળ ભેટ્યો હતો અને મોરબીના ટીબડી પાટીયા નજીક અજાણ્યા વાહને તેના બાઈકને ઠોકરે લેતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જે મામલે મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કચ્છના સામખીયાળીના મહેસાણા નગરમાં રહેતા કરશનભાઇ રાવલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના 10 વાગ્યાની આસપાસ તેમના મોટાભાઇ ઇશ્વરભાઇ તથા તેમની સાથે ઇલેકટ્રીકનુ કામ કરતા તેમના મિત્ર અમરશીભાઇ રણછોડભાઇ બન્ને હિરો હોન્ડા સ્પેલન્ડર મો.સા રજી નંબર-GJ-12-AJ-6080 વાળુ લઇ સામખિયાળીથી મોરબીના માટેલ ખોડીયાર મંદિરે પુનમ ભરવા ગયા હતા.

માળીયા મોરબી હાઇવે રોડ પર ટીબડી પાટીયા નજીક તેમના ભાઈ પસાર થતા હતા તે સમયે તેમને કોઇ અજાણ્યા વાહન ચાલકે પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ઇશ્વરભાઇને માથાના ભાગે તથા અમરશીભાઇને પેટના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ વાહન ચાલક નાશી ગયો હતો અને નજીકના પોલીસ મથકમાં પણ અકસ્માત અંગેની જાણ ન કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...