તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:બે મિત્રો રિક્ષા સાથે ટકરાતાં નીચે પડ્યા ને એક પર ટ્રક ફરી વળી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના જેતપર રોડ પર આંખના પલકારામાં બની ગઇ કરૂણાંતિકા
  • ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં બાઇકમાં પાછળ બેઠેલા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ પર આવેલ પાવડિયારી નજીક સવારે ડબલસવારીમાં બાઇકમાં જતા બે યુવાન રીક્ષા સાથે ટકરાયા હતા અને બન્ને રોડ પર નીચે પટકાયા હતા, હજુ તો બન્ને કંઇ સમજે અને ઉભા થાય એ પહેલાં જ પાછળથી એક ટ્રેલર આવી ચઢ્યું હતું અને અચાનક બનેલી ઘટનાથી બેખબર ટ્રેલર ચાલક બ્રેક મારે તે પહેલા બાઈકમાંથી ઉથલી પડેલા યુવાન ઉપર ટ્રેલરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા. આથી ટ્રેલર નીચે કચડાતા આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સાથેના યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવારમાં ખસેડાયો હતો. પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર પાવડિયારી નજીક આવેલા સિરામિક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો ચિરાગ મનસુખભાઇ ચાવડા નામનો યુવાન આજે પોતાના મિત્ર સાથે ડબલ સવારી બાઇકમાં મોરબી શહેરમાં કોઈ કામે આવ્યા બાદ પરત જઈ રહ્યો હતો, ત્યારે જેતપર રોડ ઉપર ડબલ સવાર બાઈક રોંગ સાઇડમાંથી ધસી આવીને સામેથી આવતી રીક્ષા સાથે ધડાકાભેર ટકરાયું હતું.

આ અકસ્માતને પગલે બાઈકમાંથી બન્ને યુવાનો રોડ ઉપર નીચે પટકાયા હતા એ જ વખતે ત્યાં એક ટ્રેલર ધસી આવ્યું હતું અને ચાલક કંઇ સમજે અને બ્રેક મારે તે પહેલાં તો એક યુવક પર ટ્રેલરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા અને ઘટનાસ્થળે જ ચિરાગ મનસુખભાઇ ચાવડાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, ત્યારે તેની સાથે રહેલા યુવકને ઇજા પહોંચી હતી પરંતુ આબાદ બચાવ થયો હતો. બનાવને પગલે હતભાગી યુવાનના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...