સઘન ચેકિંગ:GPCBનું ચેકિંગ, પ્રતિબંધ છતા પેટકોકનો ઉપયોગ કરતા બે સિરામિક એકમ પકડાયા

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીપીસીબી વિભાગને પેટકોક મુદ્દે અનેક ફરિયાદ મળતા અલગ અલગ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું
  • સિમસન અને સિલિકોન સિરામિકમાં પ્રદૂષણ ફેલાવતા પેટકોકનો ઉપયોગ થતો’તો, ગાંધીનગર રિપોર્ટ કર્યો

સિરામિક નગરી મોરબીમાં પ્રદુષણનું સ્તર ચિંતા જનક રીતે વધી રહ્યું છે. આ અગાઉ કોલગેસના આડેધડ ઉપયોગના કારણે મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવા ઝેરીલી બની ગઇ હતી તો જમીન અને જળસ્તર પણ ખતરનાક સ્તરે પહોચી ગયા હતા. ત્યારે 4 વર્ષ પહેલા ગ્રીન ટ્રીબ્યુનલ એક્શનમાં આવ્યુ હતુ અને કેન્દ્ર તેમજ રાજ્યની ટીમ મોકલી તપાસ કરાવતા મોટા પાયે પ્રદુષણ સામે આવતા તાત્કાલિક અસરથી કોલગેસ વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને જળ જમીન અને હવાને પ્રદુષિત કરવા બદલ રૂ. 500 કરોડનો આકરો દંડ ફટકાર્યો હતો.

જોકે આ કાર્યવાહી બાદ પણ જાણે મોરબીના કેટલાક સિરામિક ઉદ્યોગકારો સુધારવાનું નામ લેતા નથી અને કોલગેસ જેવું જ પ્રદુષણ ફેલાવતું પેટકોકનો ગેરકાયદે વપરાશ કરતા હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદે પેટકોકના વપરાશ અંગે જીપીસીબીને અનેક ફરિયાદ મળતા અલગ અલગ એકમોમાં તપાસ કરવવામાં આવી હતી જે બાદ સરતાન પર રોડ પર આવેલા સેમસન સિરામિક અને સિલિકોન સિરામિકમાં આ પેટકોક વપરાશ થતો હોવાનું ચેકીંગમાં સામે આવતા જીપીસીબીએ કડક એકશન લીધા છે.

સીરામીક એકમોમાં પેટકોક વપરાતો હોવાનું ધ્યાને આવતા સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં સરતાનપર રોડ ઉપર જીપીસીબીના ચેકીંગ દરમિયાન સિલિકોન સીરામીક અને સેમસન સિરામીક ફેકટરીમાં બળતણ તરીકે પેટકોક વપરાતો હોવાનું સામે આવતા બન્ને એકમો વિરુદ્ધ પર્યાવરણીય કાયદા અન્વયે કડક કાનૂની કાર્યવાહી કરી ગાંધીનગર વડી કચેરી ખાતે ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં કાયદાકીય પગલાં લેવા અંગે પણ તૈયારી કરી છે. આ બન્ને ફેકટરીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલાએ જણાવ્યું હતું

સિરામિક એસોસિએશને પેટકોક મુદ્દે સેવ્યું ભેદી મૌન
મોરબીમાં આ રીતે ગેરકાયદેસર પેટકોક ઉપયોગ કરી પ્રદુષણ ફેલાવતું હોય છે. કેટલાક ઉધોગકોરોના કારણે જે ઉધોગકારો નિયમ મુજબ કામ કરતા હોવા છતાં તેમના વિરુદ્ધ પણ આશંકા સેવાતી હોય છે. તેમ છતાં મોરબીના સિરામિક એસોસિએશન દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી તે પણ એક સવાલ ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...