અકસ્માત:મોરબીના રંગપર પાસે બે બોલેરો ટક્કરતાં એક પલટી, બે યુવકના મોત

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે બોલેરો અથડાતા એક બોલેરો પલટી વાહન ચાલક પર પડ્યુ - Divya Bhaskar
બે બોલેરો અથડાતા એક બોલેરો પલટી વાહન ચાલક પર પડ્યુ
  • બાઇકમાં જતા મૂળ ઓરિસ્સાના બંને યુવાન કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા

રંગપર બેલા રોડ પર મોડી સાંજે બે બોલરો વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી અને બોલેરો પલટી ગઈ હતી.ઘટનામાં ત્યાંરથી પસાર થતા બે બાઈક સવાર યુવાન પર પડતા બન્ને યુવકના કમકમાટી ભર્યા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.બનાવ બાદ તેમનાં મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રંગપર બેલા રોડ પર સાંજના સમયે પાણીના બેરલ ભરીને જતા બે બોલરો વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી અને એક બોલરો સ્થળ પર પલટી મારી ગઈ હતી. બોલેરો બાઈક પર પડતા બાઈક પર પલટી જતાં બન્ને યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બોલરો ચાલકને પણ ઇજા પહોંચી હતી. ઘટનાંની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઉપરાંત આસપાસના લોકોએ બન્ને મૃતદેહ ને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બન્ને યુવકની ઓળખ કરતા આ બન્ને મૂળ ઓરિસ્સાના હોવાનું જાણવા મળ્યું હતું. બન્નેનાં આધારકાર્ડ પરથી તેમનું નામ બીશનુંપદ ખગેન્દ્રદાસ  (ઉ.વ.41), નિમાઈ ચરણ પાત્ર (ઉ. વ.45) હોવાનું અને શોભેશ્વર રોડ વિસ્તારમાં રહેતા હોવાનું અને કામ ધંધા માટે બાઈક લઈ રંગપર ગયા હતા. પરત ફરતી વખતે રસ્તા બે બોલરો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક બોલેરો બાઈક પર પડતા બન્નેનું મોત થયુ હતું. બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

જેતપુરના વીરપુર પાસે કાર અડફેટે વૃદ્ધનું મોત 
જેતપુર નજીક વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધને કાર ચાલકે હડફેટે લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલા હરીઓમ વૃધ્ધાશ્રમ કે જે જેન્તીભાઈ દામજીભાઈ જોશી(જોશીબાપા) ચલાવે છે તેમાં રહેતા શશીકાંત બચુભાઈ તીવારી (રહે. મુળ ખટવડા-ભાવનગર) ઉ.વ.64 છેલ્લા સાત માસથી આ વૃધ્ધશ્રમના કામમાં રહેતાં હોય ગત તા.24ના રોજ સવારે 7 વાગ્યાના  અરસામાં શશીકાંતભાઈ હાઈવે રોડ ક્રોસ કરતાં હોય દરમિયાન જુનાગઢ તરફથી આવતી સફેદ કલરની કાર નં.જી.જે.03.એચ.આર.6286ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી વૃધ્ધને હડફેટે લેતાં ગંભીર ઈજાઓ સાથે સારવાર અથે સિવિલ હોસ્પિટલે ખસેડાતા માથામાં ગંભીર ઈજા હોય વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે અકસમાત સર્જી નાશી છુટેલ કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રોગતિમાન કયૉ છે.

અન્ય સમાચારો પણ છે...