તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાતભર રેસ્ક્યુ ઓપરેશન:મોરબી નજીક માટીના ટાંકા તૂટી પડવાની ઘટનામાં બે મૃતદેહ મળ્યા, એકની શોધખોળ

મોરબી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જેતપર નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં રાતભર રેસ્ક્યુ ઓપરેશન ધમધમ્યું

મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાં ગુરૂવારે સર્જાયેલી દુર્ઘટનામાં ફેક્ટરીના માલિક સહિત ત્રણ વ્યક્તિ દબાઈ ગયા હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવમાં બે વ્યક્તિના મૃતદેહો બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી છે. જ્યારે હજુ એક મહિલા કામદારની શોધખોળ ચાલુ છે. રાત ભર રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું પરંતુ માટીનો જથ્થો અને લોખંડની ગ્રીલનો કાટમાળ તેમજ ધસી પડેલી દિવાલનો કાટમાળ એટલો બધો છે કે બચાવ કામગીરી હાથ ધરવામાં પણ તકલીફ પડી રહી છે.

મોરબીના રંગપર ગામ પાસે આવેલા ગ્રીસ સિરામિક નામની ફેક્ટરીમાં ગુરુવારે સાંજે અચાનક માટીના સાયલા (ટાંકા) તૂટી પડ્યા હતા. આ અકસ્માતમાં કારખાનાના ભાગીદાર, લેબ ટેક્નીશ્યન સહિત પાંચ લોકો દબાઈ ગયા હતા. જેમાંથી તાત્કાલિક નવીનભાઈ નાખવા તથા કલીતાબેન ગણાવાને બચાવી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ મોરબી નગરપાલિકા ઉપરાંત રાજકોટથી પણ એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. અને બે ક્રેઇન મારફત કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ કરાઈ હતી.

જેમાં આજે સવારે કારખાનાના ભાગીદાર સંજયભાઈ સુંદરજીભાઈ સાણંદિયા તથા લેબ ટેક્નીશ્યન અરવિંદભાઈ ગામીના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે સોરમબેન દેવકરણભાઈ પુરબીયા નામના મહિલા કામદારની હજુ પણ શોધખોળ ચાલુ છે. આ અંગે તાલુકા પોલીસ દ્વારા આ અકસ્માત થવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્લાસ્ટ કેવી રીતે અને ક્યાં થયો? બ્લાસ્ટ જ થયો કે એ સિવાય આ દુર્ઘટનામાં કોઇ કારણ સામેલ છે એ સહિતના કારણોની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો