તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર બે શખ્સનો હુમલો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર બાગ પાસે બેસવા મુદ્દે બોલાચાલીનો ખાર ઉતાર્યો

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા ગત રાત્રીના શનાળા રોડ પાછળના ભાગે આવેલી જગ્યાએ ઉભા હતા તે દરમિયાન બાઈકના આવેલા બે શખ્સમાંથી એક શખ્સે ગત લોકડાઉન વખતે સરદાર બાગ પાસે બેસવા બાબતે અમને કેમ ના પાડી હતી તેમ કહી હાથના ભાગે છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. આ મારામારીના બનાવ અંગે એ ડિવિઝન પોલીસે બે શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ નજીક કન્યા છાત્રાલયના પાછળ ભાગે આવેલ આશા પાર્કમાં રહેતા અને મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના કાઉન્સિલર કેતન અમૃતલાલ વિલપરા ગુરુવારે રાત્રે 11:30ની આસપાસ તેના ઘર પાસે ઉભા હતા તે દરમિયાન જીલું ઉર્ફે જીગાભાઈ ગોગરા (રહે. બોરીચા વાસ) તેમજ જાવીદ અખ્તર બ્લોચ (રહે મકરાણી વાસ) વાળા ત્યાં આવી પહોચ્યા હતાં અને ગયા લોકડાઉનમાં તેમને શહેરના સરદારબાગ પાસે આવેલા પાણીના સંપ પાસે બેસવાની કેમ ના પાડી હતી તેમ જણાવી ઝઘડો કર્યો હતો અને હાથના ભાગે છરીના ઘા ઝિંકી ગંભીર ઇજા પહોંચાડી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મારામારીના બનાવ અંગે કેતનભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં જીલું ગોગરા અને ઇબ્રાહિમ બ્લોચ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેની પોલીસ હાલ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...