ક્રાઇમ:ટંકારામાં 17 દુકાનના તાળાં તોડનાર બન્ને શખ્સ ચોરાઉ માલ વેચે તે પહેલાં ગિરફતાર

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 મોબાઇલ, બાઈક સહિત 1.47 લાખનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો

ટંકારામાં આવેલા એક કોમ્પલેક્ષની 17 દુકાનોમાંથી એક સપ્તાહ પહેલા રૂ.1.95 લાખનાં મુદામાલની ચોરીનો ઘટના બની હતી. એક સોસાયટીમાંથી બાઇકની ચોરી પણ થઈ હતી. ચોરીની ઘટનામાં મોરબી એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.અને આરોપીઓ ચોરાઉ મોબાઈલ મોરબીની કોઈ દુકાનમાં વેચવા આવતા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મોબાઇલ વેચે તે પહેલાં જ બન્નેને ઝડપી લીધા હતા.

પોલીસે બન્ને આરોપીઓ પાસેથી રૂ.1.47 લાખનો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. 20 ઓગસ્ટની રાત્રીના સમયે ટંકારાના લતીપર રોડ ઉપર પાટીદાર ચેમ્બરમાં આવેલ 17 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. ચેમ્બર માં આવેલ ન્યુ મામા મોબાઈલ દુકાનમાંથી એક લેપટોપ, અલગ અલગ કંપનીના 11 મોબાઈલ ફોન તેમજ બાલાજી કોમ્પલેક્ષમાં આવેલ બાપા સીતારામ મોબાઈલની દુકાનમાંથી કુલ રૂ.1.95 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. એલસીબીની ટીમે આજે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી ટંકારા પાસે દુકાનોમાં ચોરી કરનાર મુકેશ મથુંરભાઈ સંગાડા અને પંકજ વિરસિંગ ડામોરને ઝડપી લીધા હતા.આ બન્ને શખ્સોએ પોલીસની પૂછપરછમાં અન્ય એક શખ્સ કૈંલેશ પેનો વસુનિયાની સાથે 17 દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. મુકેશ મથુંરભાઈ સંગાડા અગાઉ ધાનપુર ખાતે સ્કૂલમાં ચોરીના ગુના પકડાયો અને બીજો આરોપી પંકજ ડામોર પડધરી ખાતે અપહરણના ગુનામાં પકડાયો હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...