કાર્યવાહી:મોરબીમાં સગીરાના ફોટો જાહેર કરી બ્લેકમેઇલ કરવાના કેસમાં બેની ધરપકડ

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી સગીરા સાથે મિત્રતા કેળવી હતી
  • આરોપીઓએ 16 હજાર રકમ લીધી હોવાનું, 4 ફેક આઇડી બનાવ્યાનું ખુલ્યું

મોરબીમાં સોશિયલ મીડિયામાં સગીરાનું ફેક આઇડી બનાવી બદનામ કરવા તેના ફોટો જાહેર કરવાની ઘટનામાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા હતા, કોર્ટમાં રજૂ કરતા બન્ને આરોપીના 5 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે. જો કે એક આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે. આરોપીઓએ ત્રણ નહિ પણ ચાર ફેક આઇડી બનાવ્યા હોવાનું જણાવ્યું હતું.

તો સગીરાને બદનામ કરવાની ધમકી આપી 16 હજાર જેટલી રકમ પડાવી હોવાનું બહાર આવ્યું છે. જો કે આ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં અડચણ રૂપ થાય અને ફરાર આરોપી ભાગી છૂટે તેવી સંભાવના વ્યક્ત કરી કોઈ સતાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

મોરબી શહેરમાં ત્રણેક શખ્સે સોશ્યલ મીડિયામાં ફેક આઇડી બનાવી તેમાંથી સગીરાના બીભત્સ ફોટા પાડી તેણીને બ્લેકમેઇલ કરવામાં આવી હતી તેમજ સગીરાને બદનામ કરવા ફોટો જાહેર કરવાનું જણાવી રોકડ રૂપિયાની માગણી કરી હતી.આ ઘટનામાં એ ડિવિઝન ખાતે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે સામાકાંઠા વિસ્તાર રહેતા તેમજ વિશિપરા વિસ્તારમાં રહેતા શખ્સોની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા.

બન્ને આરોપીની વધુ પૂછપરછ તેમજ અન્ય આરોપીનો શૉધખોળ માટે રિમાન્ડ માગણી કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ પ્રકરણમાં પોલીસ તપાસમાં નુકશાન થવાની અને આરોપી સચેત થઈ ભાગી જશે તેવી આશંકા વ્યક્ત કરી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડી નથી.

અન્ય સમાચારો પણ છે...