મોરબીના વેપારી સાથે મહિલા સહિત ચાર શખ્સે વિદેશી કંપનીમાં રોકાણ કરાવી તગડી કમાણી કરાવી દેવાની લાલચ આપી 29 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. જેની ફરિયાદ નોંધાતાં પોલીસ સક્રિય બની હતી અને બે આરોપીને પંજાબથી ઉઠાવી લાવી હતી. જો કે એક મહિલા અને નાઇજીરિયન શખ્સ ફરાર થઇ જતાં તેની શોધખોળ આરંભાઇ હતી.
મોરબીના શાર્પ કોર્પોરેશન નામથી કેમિકલ રો મટીરીયલ અને ટાઈલ્સનો વેપાર કરતા સાગર પ્રાણજીવન ભાડજા નામના વેપારીને ઈ મેઈલથી પેસીફીસાઈન નેચરલ નટસ નામની વિદેશી કંપનીમાં રોકાણ કરાવી તગડો નફો કરાવવાની લાલચ આપી અલગ અલગ સમયે શર્મા એન્ટર પ્રાઈઝ નામની બોગસ પેઢીના બે કરતા વધારે બેંક ખાતામાં રૂ 29,58,625 જેટલી રકમ પડાવી લીધી હતી .
બાદમાં જે બાદ તેમને નફો તો દુર રોકેલી રકમ પરત ન મળતા તેમણે તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી જે બાદ તેઓએ મોરબી સાયબર ક્રાઈમ અંગે અરજી કરી હતી જે અરજી આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.આ અંગે મોરબી એલસીબીની ટીમે ઈમેઈલ આઇડી બેંક ખાતા નંબર, તેની બ્રાંચ સરનામું, મોબાઈલ નંબર સહિતની જે પણ માહિતી ઉપલબ્ધ હતી તેની તપાસ હાથ ધરી હતી.
ખોટા નામ ધારણ કરી આરોપીઓ કંપની ચલાવતા
પોલીસે એક ટીમને પંજાબ રવાના કરી હતી અને પંજાબના લુધિયાણામાં શર્મા એન્ટરપ્રાઈઝની કુંડળી કાઢી હતી અને અમાન ઉલ્લામિયા નામની વ્યક્તિએ પોતાની નામ રામદેવ શર્મા જયારે મહમદ ફિરદોશ દ્વારા રમેશ કુમાર નામના ખોટા નામ ધારણ કરી બોગસ પેઢી બનાવી હતી રૂપિયા ઉપાડી લઇ દિલ્હીની અનિતા વિજયકુમાંરને મોકલી આપતા હતા. પોલીસે આરોપી અમાન ઉલ્લામિયા ઉર્ફે રામદેવશર્મા અસગર અલી અબ્દુલ હક્ક અંસારી તેમજ મહમદ ફિરદોશ ઉર્ફે રમેશ કુમાર મહમદ ઈસ્માઈલરાજ મહમદ શેખને ઝડપી લીધા હતા.
પકડાયેલ મુદ્દામાલમાં 86 ડેબિટ કાર્ડનો સમાવેશ !
પોલીસે આરોપી પાસેથી 8 મોબાઈલ,86 ડેબીટ અને એટીએમ કાર્ડ 2 ટ્રાવેલિંગ કાર્ડ, 22 અલગ અલગ બેંકની પાસબુક, 40 અલગ અલગ બેંકની ચેક બુક,15 નકલી આધાર અને પાન કાર્ડ, મકાન ભાડા કરાર જપ્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.