મોરબી ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવાયો હતો. જેમાં ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કુદરતી હોનારતો કે માનવસર્જીત આફતો આકસ્મિક બનાવમાં. લોકોનાં જાન-માલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપનાર શહીદોની યાદમાં 14 એપ્રિલના દિવસને નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે.જે અંતર્ગત મોરબીના ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલને “અગ્નિશમન સેવા દિન” તરીકે મનાવી અગ્નિશમન સેવાનાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. આથી આજના દિવસને શહીદોને શ્રદ્ધાંજલી આપવા મોરબી ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.