તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાધાન:મોરબીમાં 12 દિવસથી ચાલતી ટ્રાન્સપોર્ટર્સની હડતાળ પૂર્ણ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટ એસો. અને સિરામિક એસો.ના હોદ્દેદારો વચ્ચે હમાલી મુદ્દે સમાધાન

મોરબીના માર્ગો પર દરરોજ દોડતા 3000 ટ્રકમાંથી મોટા ભાગના ટ્રક ચાલકો ગત.26 જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા. ટ્રાન્સપોર્ટર્સ માલની હેરાફેરી દરમિયાન થતા ખર્ચની ચૂકવણી ફેક્ટરી માલિક પોતે જ કરે અને તેનું બિલમાં તે ખર્ચ ઉમેરી જે તે વેપારી પાસેથી વસુલે તેવી માગણી કરી હતી.શરૂઆતમાં એક પણ ઉધોગકારોએ તેને સમર્થન આપ્યું ન હતું પરંતુ હડતાળના કારણે માલનો ભરાવો થવા લાગતા વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ચિંતા વધી હતી, જે બાદ પેપરમિલ અને વાંકાનેરના અમુક ઉદ્યોગકારોએ હમાલી ચૂકવવા સહમતી આપતા આ ઉદ્યોગમાં ટ્રકનું લોડ, અનલોડ શરૂ થઈ ગયું હતું.

જો કે આ બાબતે સિરામિક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે આ બાબતે 2 બેઠક પણ મળી હતી. જો કે કોઈ સમાધાન ન નીકળતા 12 દિવસ સુધી અનેક ટ્રકના ટાયર થંભી ગયા હતા. રવિવારે ફરિવાર ટ્રાન્સપોર્ટર્સ અને સિરામિક ઇન્ડસ્ટ્રી એસો.ના હોદેદારો વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં’ જીસકા માલ ઉસકા હમાલ’ બાબતે સહમતી સધાઈ હતી. જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ પણ નિર્ણયને વધાવી લઈ હડતાળ સમેટી લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

રવિવારે રાતથી જ ટ્રક ફરી રસ્તા પર દોડતા થઈ ગયા હતા અને ફેકટરીમાંથી સિરામિક ટાઇલ્સ અને અન્ય માલ સમાનના લોડ અનલોડ કરવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ હતી. 12 દિવસથી ચાલતી હડતાળને પગલે ફેકટરીઓમાં લાખો ટન માલની ભરાવો થવા લાગ્યો હતો. અને ઉદ્યોગકારો તેમજ ટ્રાન્સપોર્ટર્સને મોટી સંખ્યામાં નુકશાન સહન કરવું પડ્યું હતું, હવે ટ્રક હડતાળ પૂર્ણ થવાથી ફરી રાબેતા મુજબ સ્થિતિ થાળે પડવાનીઉદ્યોગકારો આશા સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...