બદલી:મોરબીના ડિસ્ટ્રિક્ટ જજ સહિત 12 જજની અન્ય જિલ્લામાં બદલી

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં નવા જજની નિમણૂક કરવામાં આવી
  • પ્રિન્સિપલ જજ તરીકે પિનાકિન​​​​​​​ ચંદ્રકાંત મુકાયા

મોરબી જિલ્લામાં કાર્યરત જજીઝની બદલી કરવામાં આવી છે અને નવા 12 જજ મોરબીમાં મુકાયા છે.

જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ મોરબી તરીકે પીનાકીન ચંદ્રકાંત, એડીશનલ ડિસ્ટ્રીકટ જજ સંગીતાબેન પીનાકીન જોશી, સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ વિરાટ અશોક બુધ્ધા, પ્રિન્સીપાલ જજ ફેમીલી આશા માધવજીભાઈ વનાણી, એડીશનલ સિવિલ જજ એન્ડ જેએમએફસી મોરબી જ્યોતિ વિરાટ બુધ્ધા, એડીશનલ સિવિલ જજ એન્ડ જેએમએફસી વાંકાનેર તરીકે શૈલેશકુમાર કાંતિભાઈ પટેલ, પ્રિન્સીપાલ સિવિલ જજ એન્ડ JMFC માળિયામાં અમિતકુમાર સિંઘ, એડિશનલ સીનીયર સિવિલ જજ વિક્રમ કરશનભાઈ સોલંકી, ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ મસરૂર જાલીસ ખાન, પ્રિન્સીપાલ સિવિલ જજ મોરબી દેવીન્દ્રકુમાર અશોકકુમાર રાવલ, પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ હળવદ અનીલ નાનાલાલ ગજ્જર, એડીશનલ સીનીયર સિવિલ જજ દુર્ગેશ કનૈયાલાલ ચંદનાનીને મુકવામાં આવ્યા છે.

તો મોરબી જિલ્લા કોર્ટમાં ફરજ બજાવતા મોરબી ફોર્થ એડિશનલ સિનિયર સિવિલ જજ & એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શૈલેશ નુરુદ્દીનભાઈ પૂંજાણીની આણંદ, મોરબી પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ યોગેશ નરેન્દ્રકુમાર પટેલની ડીસા, મોરબી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ & એડિશનલ સિનિયર સિવિલ જજ અર્ચિતકુમાર નિલમભાઈ વોરાની ઇડર, મોરબી સેકન્ડ એડિ.સિનિયર સિવિલ જજ & એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પરેશ ભોગીલાલ નાયકની અમદાવાદ, મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ & સેશન્સ જજ આશિષકુમાર ધનંજયભાઈ ઓઝાની પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ અમરેલી, મોરબી પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ હિમાંશુ નવીનચંદ્ર ત્રિવેદીની ભાવનગર, મોરબી એડિશનલ ડિસ્ટ્રીકટ જજ & એડિશનલ સેશન્સ જજ મુકુંદરાય કાંતિલાલ ઉપાધ્યાયની મહેસાણા થર્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ, મોરબી સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ & એડિશનલ સેશન્સ જજ ચિન્મય ઘનશ્યામભાઈ મહેતાની સિટી સિવિલ કોર્ટ અમદાવાદ, મોરબી ફૂલ ટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મોરબી રાજેશ કાંતિલાલ પંડ્યાની એડિ. સિવિલ જજ & જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ધોળકા-અમદાવાદ, માળિયા પ્રિન્સિપાલ સિવિલ જજ & જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જીજ્ઞેશકુમાર ભીખાભાઈ પુરોહિતની ધોળકા પ્રિન્સિપાલ સિવિલ જજ & જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ અમદાવાદ, વાંકાનેર એડિ.સિવિલ જજ & જ્યુડિ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મહેશકુમાર પટેલની ખેડા બદલી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...