જગતભરના માનવી એક જ સમસ્યાથી પીડાય છે. તેઓ નિયમોને જાણે તો છે પરંતુ તેનો અમલ કરવામાં દુર્લક્ષતા દાખવે છે. આ જ દુર્લક્ષતા તેના દુઃખનું કારણ બને છે. ટ્રાફિકના નિયમોનું પણ એવું જ છે. સરકાર અને પોલીસ વારંવાર લોકોને માર્ગ સલામતીની સમજ પ્રદાન કરે છે પણ સમજે છે કોણ! ત્યારે આજે શનાળા પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં ટ્રાફિક સમસ્યાના કારણો અને માર્ગ સલામતી અંગેની માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
આ તકે ARTO રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 80 ટકા અકસ્માતો નિયમોનું પાલન ન કરવાને કારણે થાય છે. માર્ગ પર જો વાહનચાલકો નિયમોનું પાલન કરે તો પણ નિયત સમય પર તેમના સ્થળે પહોંચી જ શકે છે, પરંતુ રફ્તારની ગતિમાં તેઓ પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકે છે. જેથી તમામ નાગરિકોએ નિયમ પાળવામાં જોઈએ. સરકારી તિજોરી ભરવા માટે પોલીસ દંડ નથી લેતી પણ તમે નિયમોનું પાલન કરો માટે દંડ આપવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું.
મોરબીના જણીતા ઉદ્યોગપતિ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમો નાગરિકોની પરેશાની માટે નહીં, પણ સલામતીને માટે છે. જેના પરિવારે અકસ્માતમાં પોતાના સ્વજનો ગુમાવ્યો હોય તેને પૂછો તો ખબર અકસ્માતની ભયાનકતા અને અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ અને તેના પરિવારને કેવી મુશ્કેલી વેઠવી પડે છે. તેથી સ્વૈચ્છાએ દરેક નાગરિકોએ નિયમોની પાલન કરવું જોઈએ.
મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. દેકવાડીયાએ જણાવ્યું હતું કે, મોટા ભાગના અકસ્માતો નાના વાહનોના થતા હોય છે. જે વધુ ઝડપે અથવો તો રોંગ સાઈડમાં જતા હતા રહે છે અકસ્માતનો ભોગ બને છે. જ્યારે ટ્રાફિક કમિટીના સભ્ય રાજેશ બદ્રકિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં પાર્કિંગ કેમ કરવું તેની સામાન્ય સમજનો પણ અભાવ છે. તમામ નાગરિકોએ નિયમ અનુસાર જ વાહન પાર્ક કરવા જોઈએ. ઘણાં લોકો ચાલુ વાહને મોબાઈલમાં ફોન પર વાતો કરવા લાગે છે. આ પ્રકારે નિયમ ભંગ કરવાથી અકસ્માતનો સૌથી વધુ ભય રહે છે.
ડેપ્યુટી ક્લેક્ટર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પહેલા વાહનોની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી અને માર્ગો પહોળા હતા. જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટતું હતું. જ્યારે આજે તો વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. જ્યારે શહેરો અને મહાનગરોમાં રસ્તા એવા ને એવા જ છે. ત્યારે નાગરિકોએ વધુ સાવચેતી પૂર્વક વાહન હંકારવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.