સરવે:મોરબીના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ લારી અને કેબીનો હટશે, સરવે હાથ ધરાયો

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક સ્થળ અને શાળા કોલેજ આસપાસ નોનવેજની લારીઓ હટાવાશે

રાજકોટ અને રાજ્યના બીજા મહાનગરમાં ઈંડા, નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી શરૂ થઇ હતી જોકે સરકાર દ્વારા આવા કોઈ આદેશ ન આપ્યો હોય પણ સ્થાનિક તંત્ર ટ્રાફિકને અડચણરૂપ કે ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરે છે તેમ જણાવી હાથ ખંખરી લીધા હતા જેથી હવે તંત્ર દ્વારા જાહેર માર્ગો પર ફરી એકવાર દબાણ દૂર કરવાના નામે લારીઓ હટાવવાનું શરૂ કરવા જઈ રહી છે. પાલિકા અલગ અલગ વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગો પર સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં શહેરના આ માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ હોય તેમજ સરકારી મિલકત પર દબાણ થવાની સંભાવના હોય તેવા સ્થળ પર આવી રેકડી હતાવવાની કામગીરી હાથ ધરી શકે છે.તો ઈંડા અને નોનવેજ લારીઓ એવા સ્થડેથી દુર કરવામાં આવી શકે છે

જ્યાં મંદિર કે અન્ય કોઈ ધાર્મિક સ્થળ હોય અને મંદિરમાં દર્શન જતા લોકો ને અરુચિ પેદા કરે તેવી હોય અથવા શાળા કોલેજની આસપાસ હોય જેનાથી બાળકો પર ખોટી અસર થાય પાલિકા સર્વે કરાવી આ રેકડીઓ દૂર કરાવશે મોરબીમાં એવા તમામ સ્થળ પરથી રેકડીઓ.હટાવશે જે ટ્રાફિકને અડચણરૂપ હોય તેમજ સરકારી સ્થળ પર દબાણ કરવામાં આવ્યુ હોય અથવા ત્યા થવાની સંભાવના હોય આ બાબતે કોઈની સાથે રાગ દ્વેષ નહિ રાખવામાં આવે જોકે ધાર્મિક જગ્યાએ કોઈ પણ પ્રકારની નોનવેજ કે ઈંડાની લારી રાખવા દેવામાં નહિ આવે તેમ મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારના માર્ગો પર.દબાણ કરી નોંનવેજ અને ઈડાનું વેચાણ થતું હોય તેવા સ્થળે થી. રેકડીઓ હટાવવા મોરબીમાં વીએચપીએ.માંગણી કરી છે.તદુપરાંત મોરબી શહેરમાં રેસિડેન્ટ વિસ્તારમાં તથા જાહેર માર્ગોપર કતલખાનાઓ બંધ કરવામાં આવે જેની સરકારને વારંવાર રજૂઆત આપવા છતાં પણ આવા અનેક કતલખાનાઓ હજુ પણ ચાલુ છે તેમજ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની હજુ અમલવારી કરવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગૌરક્ષક તેમજ દુર્ગાવાહિની દ્વારા માંગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...