વાહન વ્યવહાર ઠપ્પ:સૂરજબારી પુલ પર 10 કિમી સુધી ટ્રાફિકજામ

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને તરફ કલાકો સુધી વાહનો કતારમાં

મોરબી માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલા સુરજબારીના પુલ પર 10 કિમિ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો .કચ્છ હાઇવેને જોડતા પુલની બન્ને સાઈડના રોડ ઉપર આશરે 10 કિમિ સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા એટલું જ નહીં આવા ટ્રાફિકજામ વચ્ચે પણ અમુક વાહન ચાલકો આડેધડ ઘુસવા લગતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાથી કચ્છ હાઇવેને જોડતા અને હજારો વાહનોની અવરજવર ધરાવતા સૂરજબારીના પુલ ઉપર રવિવારે સવારથી ભયંકર હદે ટ્રાફિકજામ થયો હતો અને આ પુલની બન્ને સાઈડના રોડ ઉપર આશરે 10 કિમિ સુધી વાહનોની મસમોટી કતારો લાગી ગઇ હતી.

આવા ભયંકર હદે ટ્રાફિકજામની વચ્ચે પણ અમુક વાહન ચાલકો જ્યાં જગ્યા મળી ત્યાંથી નીકળવાની કોશિશ કરતા ટ્રાફિકજામ વધુ ગૂંચવાઈ ગયો હતો. સૂરજબારીના પુલ ઉપર ટ્રાફિકજામ અંગે સ્થાનિકોએ જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને કાફલો દોડી ગયો હતો. જો કે આ સૂરજબારીના પુલ ઉપર અગાઉ અનેક વખત ટ્રાફિકજામ સર્જાયો હતોે.ં આ ગંભીર સમસ્યા હલ કરવામાં તંત્રએ નક્કર કદમ ન ઉઠાવતા સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આથી અનેક વાહનો ફસાતા કામે નીકળેલા લોકો અટવાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...