• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Tractor Hits Bike While Changing Track On Highway Near Morbi: Police Set Wheels In Motion To Nab Absconding Tractor Driver

બાઈક સવારનું મોત:મોરબી નજીક હાઈવે પર ટ્રેક્ટરે ટ્રેક ચેન્જ કરતી વેળાએ બાઈકને અડફેટે લીધો: પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાનકર્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી-વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેક્ટર ચાલકે હાઈવે પર ડ્રાઈવિંગ લેન બદલતી વેળાએ બેદરકારી દાખવતા બાઈક ચાલક અડફેટે ચડી ગયો હતો. જે અકસ્માતમાં બાઈક સવારનું મોત થયું હતું. તો અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ટ્રેક્ટર સ્થળ પર રેઢું મૂકી ચાલક સ્થળ પરથી નાસી ગયો
ટંકારાના લખધીરગઢ ગામના રહેવાસી પરવેજ અનવરહુશેન નાનાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કે ટ્રેક્ટર અને તેની પાછળ જોડેલ ટ્રોલીના ચાલકે હાઈવે પર ટ્રેક્ટર પુર ઝડપે ચલાવી વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર મકનસર ગામ નજીક લેન સાઈડ બદલવા માટે પાછળ જોયા વગર ઝડપથી બીજી સાઈડમાં લેતા પાછળથી આવતા બાઈકને ઠોકરે લીધું હતું. જે બનાવમાં બાઈક સવાર ફરિયાદીનો ભાઈ ઈરફાન અનવરહુશેન નાનાણી નામના યુવાનનું મોત થયું હતું અને ટ્રેક્ટર સ્થળ પર રેઢું મૂકી ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ફરાર ટ્રેક્ટરચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...