તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Tomorrow's Budget Will Be Such That Advertisements Including Amba Ambli, Overbridge, Parks, City Bus Service Will Be Repeated.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી નગરપાલિકાનું બજેટ:કાલે બજેટ, આવા હશે આંબા-આંબલી, ઓવરબ્રિજ, ઉદ્યાનો, સિટીબસ સેવા સહિતની જાહેરાતો ફરી દોહરાવાશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં ટાઉનહોલમાં મળનારી નગરપાલિકાની સામાન્ય સભામાંં 2021-22ના વર્ષનું બજેટ રજૂ થશે

મોરબી નગર પાલિકાની 52 સીટ પર ભાજપ દ્વારા જીતનો ઝંડો ફરકાવી દીધા બાદ મોરબી વાસીઓની વર્ષો જૂની સમસ્યાઓના નિકાલ થાય તે માટે પ્રજાજનો શાસકો પાસે અપેક્ષાઓ રાખી રહ્યું છે. હવે આ દાવામાં કેટલી તાકાત છે તે ભવિષ્ય જ બતાવશે.અને આ ભવિષ્યની પ્રથમ ઝલક મંગળવારે જોવા મળશે કારણ કે પાલિકાની ચૂંટાયેલ બોડી દ્વારા વર્ષ 2021-22નાણાકીય વર્ષનું આવક અને ખર્ચનું અંદાજપત્ર રજૂ કરશે.આ અંદાજ પત્રમાં આવનાર વર્ષમાં પાલિકાને થનારા આવકના અલગ અલગ સ્ત્રોત માંથી ક્યાં ક્યાં વિકાસ કામની ભેટ આપશે અને તેના માટે થનાર ખર્ચની અને તે ખર્ચની જોગવાઈ કરશે.

પાલિકા દ્વારા છેલ્લા ત્રણ બજેટથી જેની માત્ર જાહેરાત જ થઈ છે તેવા મચ્છુ રિવરફ્રન્ટ,સાઇકલ ટ્રેક, વજેપર ગેટથી ગાંધી સોસાયટી સુધીના માર્ગને જોડતા બેઠા પુલ, પીકનીક સેન્ટર સહિતની અનેક જાહેરાત આ વખતે પણ જાહેરાત જ થાય છે કે પછી નક્કર પગલાં ભરાશે તે એક સવાલ છે.

સુવિધા,વિકાસકામોની આવી લોભામણી જાહેરાત થઇ શકે

  • પાલિકાનું લગભગ 750 કરોડનું તોતિંગ બજેટ રજૂ થશે જેમાં ગત છેલ્લાં ત્રણ બજેટમાં કરાયેલ જાહેરાત મુજબનું મચ્છું નદી પર ફરવા લાયક રિવરફ્રન્ટ, ઓવરબ્રીઝ,ફુટ ઓવરબ્રીઝ, પીકનીક સેન્ટર સહિતની ફરી જાહેરાત થઈ શકે છે.
  • ટ્રાફિક સમસ્યાને કેન્દ્રમાં રાખી જુદા-જુદા માર્ગો ઉપર ટ્રાફિક સિગ્નલ શરૂ કરવાથી લઈ ગીચ રસ્તાઓ ઉપર ફુટ ઓવર બ્રીજની સાથે નટરાજ ફાટક અને નવલખી ફાટકે બે ઓવરબ્રીજ નિર્માણ કરવાની જોગવાઇનો પણ સમાવેશ કરાશે.
  • હાલમાં મોરબીમાં રમત-ગમત માટે મેદાનની કમી છે ત્યારે પાલિકા દ્વારા આગામી બજેટમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સને પ્રાયોરિટી આપવામાં આવી છે.
  • લોકોમાં સાયકલનો વપરાશ વધે તે માટે શહેરમાં જુદાજુદા વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવવા પણ નક્કી કરવામાં આવ્યું છે.
  • આ સાથે જ યુવક યુવતીઓને રોજગાર તાલીમ કેન્દ્ર, મલ્ટીલેવલ પાર્કિંગ સુવિધા, લારી-ગલ્લા અને ફેરિયા માટે વોકર્સઝોન અને શહેરમાં આંતરિક પરિવહન માળખાને મજબૂત બનાવવા 40 ઇલેક્ટ્રિક બસ ખરીદવા માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી શકે છે.

સમિતિના ચેરમેન અંગે હજુ સસ્પેન્સ
મોરબી પાલિકામાં ભાજપની 52 સીટ પર વિજેતા થયા બાદ પાલિકા ના પ્રમુખ ઉપ પ્રમુખ સહિતનાની નિમણુંક કરી દીધી હતી.હવે બાકીની સમિતિઓના ચેરમેનની નિમણુંક બાકી હતી બીજી સામાન્ય સભામાં પણ અન્ય સમિતિના ચેરમેનની નિમણુંક થશે કે કેમ એ અંગે પણ સસ્પેન્સ યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો