અખાત્રીજનો પાવન અવસર:આજે વણજોયા મુહૂર્તમાં અનેક યુગલ પરિણયપંથે પ્રયાણ કરશે

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી ઉમિયા ​​​​​​​પરિવારના સમૂહલગ્નમાં 12 દંપતી પ્રભુતામાં પગલાં પાડશે

મંગળવારના રોજ અખાત્રીજનો પાવન અવસર છે. આ દિવસે લોકો મુહૂર્ત જોયા વિના જ લગ્ન, ખરીદી કે તમામ પ્રકારના શુભ કામ પણ હાથ ધરતા હોય છે ત્યારે આવતીકાલે 3 મેને મંગળવારના રોજ મોરબી જિલ્લામાં અનેક લગ્નનું આયોજન થયું છે. માળિયા અને મોરબી તાલુકાના ઉમિયા પરિવાર દ્વારા આખાત્રીજના દિવસે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે.જેમાં 12 યુગલો જોડાશે.

હિન્દૂ ધર્મમાં અલગ અલગ પર્વ તિથિ મુજબ ઉજવાય છે તો લગ્ન,કે કોઈ પણ શુભ કામ માટે ખાંસ મૃહુત દરમિયાન જ યોજવાની પરંપરા રહી છે. આ સાથે અમુક દિવસો એવા પણ હોય છે જેમાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી, પણ આખો દિવસ જ શુભ માનવામાં આવે છે.

અખાત્રીજ પણ આવું જ એક પર્વ છે જેમાં લોકો એક પણ શુભ મૃહુત જોયા વિના સોના ચાંદીના દાગીનાની ખરીદી કરે છે તેમજ લગ્ન કે અન્ય શુભ કામ કરે છે. મોરબીમાં અખાત્રીજના પર્વમાં અનેક લગ્ન લેવાશે.મોરબીમાં દર વર્ષે માળિયા મોરબી તાલુકાના ઉમિયા પરિવાર દ્વારા આખાત્રીજના દિવસે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે. આ વર્ષે પણ જોધપર ગામ ખાતે આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ખાતે 24માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલો પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે.

આ સિવાય શહેરમાં અલગ અલગ સમાજના યુગલો પણ આજના દિવસે લગ્ન ગ્રંથિથી જોડાશે અને સપ્તપદીના સાત ફેરા સાથે પ્રભુતામાં પગલાં માંડશે. મોરબીમાં લગ્ન ઉપરાંત મૂખ્ય સોની બજાર ખાતે પણ લોકો મોટી સંખ્યામાં શગુન સચાવવા સોના ચાંદીના દાગીનાની ખરીદી કરશે તેવી પણ સોની વેપારીઓ આશા સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...