મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર- કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કલેકટર જી. ટી પંડ્યા અને ડીડીઓ પરાગ ભગદેવ નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં દીશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક મળી હતી.
જેમાં મહત્વના એજન્ડાઓ પર ભાર આપી દિશા હેઠળની મહાત્મા ગાંધી નરેગા યોજના, શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, અમૃત, પ્રધાનમંત્રી સડક યોજના, ઈ-ગ્રામ યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ, વાસ્મો, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૌશલ યોજના સહિત વિવિધ જન કલ્યાણની યોજનાઓ હેઠળ થયેલા કામોની સમીક્ષા કરી હતી.
ઉપરાંત અંગણવાડીના ખૂટતા મકાનો માટે જે- તે ગામના સરપંચ સાથે સંકલન કરી મનરેગા યોજના હેઠળ તેમની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. સાંસદ આદર્શ ગ્રામ હેઠળના ગામોમાં જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી માટેલ ખાતે માટેલ ધરાના પાણીની સ્વચ્છતા જળવાઈ રહે અને રોડ ને મોટો કરી દર્શાનાર્થીઓની સુવિધા વધારવા માટે જરૂરી કામગીરી કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.