તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • To Meet The Third Wave, 970 Oxygen Beds Will Be Set Up In Morbi, 100 Out Of 190 Civilian Beds Will Be Converted Into Pediatrics.

આયોજનબદ્ધ સતર્કતા:થર્ડ વેવને પહોંચી વળવા મોરબીમાં 970 ઓક્સિજન બેડ ઊભા કરાશે, સિવિલના 190 પૈકી 100 બેડ પીડિયાટ્રિકમાં તબદીલ થશે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેર ધારણાથી વધુ ઘાતક નીવડી’તી, એ સ્થિતિ ફરી ન સર્જાય તે માટે વહીવટી, આરોગ્યતંત્રની આગોતરી તૈયારી
  • ટંકારા, વાંકાનેર અને માળિયામાં ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે,
  • ઇમરજન્સીમાં દર્દીઓને રીફર ન કરવા પડે તે માટે વેન્ટિલેટર્સની સંખ્યા વધારાશે

મોરબી સહિત રાજયભરમાં કોરોનાની બીજી લહેર ધારણા કરતા અનેક ગણી જોખમી સાબિત થઈ હતી.આ લહેરમાં વૃદ્ધની સાથે સાથે આધેડવયના અને યુવાનો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા હતા સંક્રમિત થવાની સાથે સાથે બીજી લહેરના વાયરસનો મ્યૂટન્ટ પણ એટલો જોખમી હતો કે દર્દીનું ઓક્સિજન લેવલ ખૂબ ઝડપથી ઘટી જતું હતું. આ કારણોસર તેઓને હોસ્પિટલાઈઝ કરવાની જરૃરિયાત ઉભી થઇ હતી. જિલ્લામાં કોરોનાની બીજી લહેરને ઘાતકતાનો અંદાજ ન હોવાથી મોટી સંખ્યામાં બેડ અને ઓક્સિજન, રેમડિસિવર ઇંજેક્શન વગેરેની અછત સર્જાઇ હતી.

દોઢ મહિના બાદ સ્થિતિ ધીમે ધીમે થાળે પડી હતી અને છેલ્લા દોઢ મહિના દરમિયાન કોરોનાસંપૂર્ણપણે કાબુમાં આવી ચુક્યો છે. તજજ્ઞો ત્રીજા વેવની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને જેમને રસી નથી મળી રહી તેવા 18 વર્ષથી ઓછી વયના બાળકો પર તેનું જોખમ વધુ તોળાઈ રહ્યું છે. આવા સમયે ફરી બીજી લહેર જેવી ઘાતકતા ન આવે તે માટે રાજય સરકાર દ્વારા અગમચેતી રૂપે પગલાં ભરવા આરોગ્ય વિભાગને અને તમામ જિલ્લા કલેક્ટર ને આદેશ આપવામાં આવ્યા છે. જેના ભાગેરૂપે મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ પણ અગાઉથી ઓક્સિજન અને વેન્ટિલેટર બેડની સંખ્યા વધારવા તજવીજ હાથ ધરી છે.

પૂરતા વેન્ટિલેટરની વ્યવસ્થા કરાશે
મોરબી જિલ્લાની ખાનગી સરકારી મળી હાલ 18 જેટલા જ વેન્ટિલેટર છે.જેથી આરોગ્ય વિભાગ દ્વારા બાળકોમાટે ખાસ પીડિયાટ્રિક પ્રકારના વેન્ટિલેટર તેમજ મલ્ટી ફંક્શન સહિત 10 વધુ વેન્ટિલેટર માટેની દરખાસ્ત કરી છે. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં જે બંધ પડ્યા છે તે પણ સમયસર રીપેર કરવામાં આવે તે જરૂરી છે.

એમ્બ્યુલન્સની સંખ્યા વધારાશે
મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સ સંખ્યા વધારાશે. સિવિલમાં 4, સીએચસીની 4 ઉપરાંત સાંસદ કુંડારીયા દ્વારા ફાળવેલી 2 એમ્બ્યુલન્સ તેમજ 12 108ની એમ્બ્યુલન્સ મળી 22થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વધુ એમ્બ્યુલન્સ આવશે.

નવા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે
​​​​​​​સિવિલમાં હાલ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે તેવો પ્લાન્ટ ઉભો કરાયો છે. જેમાથી 24 કલાકમાં 20 જમ્બો સિલિન્ડર ભરી શકાય. રોજિંદી જરૂરિયાત માટે સિવિલમાં જ 13 મેટ્રિક ટનની કેપેસિટી વાળા ઓક્સિજન ટેન્ક મૂકાશે. આ સિવાય વાંકાનેર સિવિલમાં અને ટંકારા-માળિયા સીએચસીમાં પણ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે.

પીડિયાટ્રિક તબીબની ભરતી જરૂરી
મોરબી જિલ્લાની સિવિલ તેમજ સીએચસી વચ્ચે માત્ર એક જ પીડિયાટ્રિક વિભાગ છે તો ખાનગી હોસ્પિટલમાં મળી 10થી 12 પીડિયાટ્રિક તબીબ જ હાલમાં કાર્યરત છે કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ જિલ્લામાં પીડિયાટ્રિક તબીબની ભરતી કરવામાં આવે તે જરૂરી છે.

મોરબી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહીં
મોરબી જિલ્લામાં મંગળવારે 448 દર્દીના ટેસ્ટ કર્યા હતા જેમાથી એક પણ દર્દી પોઝિટિવ આવ્યો ન હતો.બીજી તરફ જિલ્લામાં પોઝિટિવ દર્દીમાંથી 6 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેમાં મોરબીમાં 5 અને હળવદ માં 1 દર્દી ડિસ્ચાર્જ થતા એકટિવ કેસ 14 વધ્યા છે. આજ સુધીમાં સતાવાર રીતે 2,97,920 દર્દીના સેમ્પલ લેવાયા જેમાંથી 6489 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 6134 સ્વસ્થ થઇ ચુક્યા છે.

ક્યાં, કેટલા બેડ વધારાશે

મોરબી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ

190

જેતપર મચ્છુ સીએચસી

10

આદર્શ નિવાસી હોસ્ટેલ

200

માળીયા મોડેલ સ્કૂલ

50
હળવદ મોડેલ સ્કૂલ50

હળવદ જૂના સીએચસી

50
વાંકાનેર સિવિલ100
ટંકારા સીએચસી10
આઇટીઆઈ ટંકારા90

અન્ય કોવિડ કેર સેન્ટર

220

​​​​​​​

જસદણના કોવિડ કેર સેન્ટર ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે
​​​​​​​કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગમન પૂર્વે જસદણ આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. આ અંગે જસદણની સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.આર.એમ.મૈત્રીએ જણાવ્યું હતું કે, હાલ જસદણની સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ઓક્સિજન પ્લાન્ટનું કામ ચાલુ છે અને કોવિડ સેન્ટરમાં 24 તેમજ પીપી યુનિટમાં વધુ 5 બેડની સુવિધા ઉભી કરાઈ છે. આઈસીયુની કોઈ જરૂરીયાત નથી કારણ કે વેન્ટીલેટરની જગ્યાએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

પીડિયાટ્રિક અને સામાન્ય દર્દી માટે બેડની અલગ વ્યવસ્થા
મોરબી જિલ્લામાં 970 ઓક્સિજન બેડ ઉભા કરાશે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 190 ઓક્સિજન જેમાં 100 બેડ પીડિયાટ્રિક અને 90 બેડ સામાન્ય દર્દી માટે રહેશે. જેતપર મચ્છુ સીએચસીમાં 10, આદર્શ નિવાસી હોસ્ટેલમાં 200 બેડ, માળિયા મોડેલ સ્કૂલમાં 50, હળવદ મોડેલ સ્કૂલમાં 50, હળવદ જૂના CHC બિલ્ડીંગમાં 50 બેડ, વાંકાનેર સિવિલમાં હાલના 50 અને વધુ 50 એમ કુલ 100 ઓક્સિજન બેડ જેમાં પીડિયાટ્રિક માટે પણ અલગ બેડ રહેશે. ટંકારા સીએચસીમાં 10 ઓક્સિજન બેડ, ITIમાં 90 ઓક્સિજન બેડ ઉભા કરશે.

ધોરાજી સિવિલમાં 125 બેડની વ્યવસ્થા
ધોરાજીમાં તંત્રે સારવાર, અન્ય સુવિધાનું આગોતરું આયોજન કર્યું છે. ના.કલેક્ટર મીયાણીએ જણાવ્યું હતું કે તંત્ર તમામ રીતે સજ્જ છે. સિવિલના અધિક્ષક ડો.જયેશ વસેટીયને જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે 125 બેડની વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજનની અછત ન રહે તે માટે પ્લાન્ટ કાર્યરત કરાશે તેમજ બાળરોગ નિષ્ણાંત તબીબોની ટીમ તૈયાર છે.

ગોંડલમાં થર્ડ વેવ આવે તો તંત્ર સજ્જ
ગોંડલમાં કોરોનાની ત્રીજી લહેર જો આવે તો તેનો પ્રતિકાર કરવા તંત્ર સજ્જ છે. ગોંડલ બ્લોક હેલ્થ ઓફિસર ગોયલે જણાવ્યું કે ત્રીજી લહેર ક્યારે આવશે તે નક્કી નથી પણ તંત્ર દ્વારા પૂરતો દવાનો સ્ટોક, ઓક્સિજન, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અને સ્કૂલોમાં પણ ગાદલા અને ખાટલાની વ્યવસ્થા કરી તંત્રે આગોતરી તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...