રાજયમંત્રી મેરજાના હસ્તે 31 જુલાઈએ એમ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડોમાં ખરી ઉતરીને શાળાને આ લેબ ફાળવવામાં આવી છે. આ લેબ અંતર્ગત ભૌતિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના અભ્યાસમાં ઉપયોગી પ્રયોગ માટેની વિપુલ સાધન સામગ્રીથી સજ્જ લેબ આ શાળામાં તૈયાર થઈ ગઈ છે
જેનો વિદ્યાર્થીઓને લાભ મળશે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ. ડો. પાર્થભાઈ ભાવસાર તેમજ જયંતિભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિર-મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠનના પ્રમુખ ડૉ. બાબુભાઈ અઘારા અને શાળાના સંચાલકઓ, વ્યવસ્થાપક તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.