તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રવાપર કેનાલમાં ડૂબી જતાં ત્રણ વર્ષના બાળકનું મોત, કલાકોની શોધખોળ બાદ મૃતદેહ હાથ લાગ્યો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં રવાપર રોડ નજીકથી પસાર થતી મચ્છુ 2 ડેમની કેનાલમાં એક નેપાળી પરિવારનો 3 વર્ષનો બાળક રમતા રમતા કેનાલ નજીક પહોંચી ગયો હતો અને અકસ્માતે કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો.રવાપર ચોકડી નજીક બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરતા મૂળ નેપાળના કમલભાઈ વિશ્વકર્માનો ત્રણ વર્ષનો પુત્ર રોહિત રમતા-રમતા કેનાલ તરફ પહોંચી ગયો હતો અને પાણીના પ્રવાહમાં ડૂબી ગયો હતો. આ સમયે સ્થાનિક લોકોની મદદથી બાળકને શોધવા પ્રયાસ કરાયો હતો પરંતુ સફળતા ન મળતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પાણી બંધ કરાવી શોધખોળ હાથ ધરી હતી અને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા રવાપર ચોકડીથી અવની ચોકડી તેમજ દલવાડી સર્કલ સુધી કેનાલના પાણીમાં મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં પતો ન લાગતા મોડી રાત્રે ફરીથી શોધખોળ કરી હતી અને કલાકો બાદ કેનાલમાં પાણી ઓસરી જતા શોધખોળ દરમિયાન દલાવડી સર્કલ પાસે કેનાલમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. આથી, બાળકને પીએમ અર્થે સિવિલમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...