તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોરબીના રફાળેશ્વર નજીક વિદેશી દારૂ-બિયરની બોટલ સાથે ત્રણ ઝડપાયા

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પાસેથી ટ્રક સહિત રૂ. 33,940નો મુદ્દામાલ જપ્ત

મોરબી વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ રામદેવ એન્ડ બિશ્નોઇ હોટેલવાળા રાજુ શંકરલાલ બિશ્નોઇએ ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને મોડી રાત્રીના એક ટ્રકમાં આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ટ્રક આવી હોટેલ ઉભો રહેતા માલ મગાવનાર, માલ લાવનાર ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારવા જતા હતા ત્યારે પોલીસે પકડી પાડ્યા હતા અને ટ્રકને ચેક કરતા નીચેના ભાગે આવેલ ચોરખાનામાંથી, ટુલબોક્ષમાંથી ભારતીય બનાવટની અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની 64 બોટલો તથા બીયરની સાથે45 ટીન સહિતનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રાજુ ખોખર, શ્રવણરામ જાંબુ, હનુમાનરામ જાખડને ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની અલગ-અલગ એક ટાટા કંપનીનો ટ્રક મળી કૂલ રૂ. 12,33,940નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...