મોરબીની ચોરીનો ભેદ ઉકેલાયો:પાન મસાલાની દુકાનમાં ચોરી કરનાર ત્રણ ઝડપાયા, LCB પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કર્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં પાન મસાલા દુકાનના તાળા તોડી 1.54 લાખની ચોરી થઇ હોય જે બનાવમાં ત્રણ આરોપીને એલસીબી ટીમે ચોરીની મત્તા અને કાર સહિતના મુદામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ
આરોપીઓ

મોરબીના શનાળા રોડ પર સમય ગેટ નજીક આવેલ બજરંગ સેલ્સ એજન્સી નામની દુકાનમાં ગત તા. 30-31ના રાત્રી દરમિયાન ચોરી થઇ હતી. જેમાં તસ્કરો દુકાનમાંથી પાન, બીડી, સિગારેટ, ગુટખા, સોપારી અને સાબુ સહીત કુલ રૂ 1,54,000ની માલમત્તાની ચોરી થઇ હતી. જેથી દુકાનદાર અમિતભાઈ સંઘાણીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે મોરબી એલસીબી ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા એક નંબર વગરની બ્લુ કલરની મારૂતિ સ્વીફ્ટ કાર અને મહિન્દ્રા બોલેરો ગાડી જીજે 03 બીવી 9325 વાળી સંડોવાયેલ હોવાની બાતમી મળતા ટીમે તપાસ ચલાવી હતી.

આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા અનિરુદ્ધસિંહ રાઠોડ રહે ભાવનગર, મિતરાજસિંહ અનિરુદ્ધસિંહ દિલુભા ગોહિલ રહે ભાવનગર અને અરવિંદનાથ જીવણનાથ પરમાર રહે તરઘડી જી રાજકોટ એમ ત્રણ ઇસમોને ઝડપી લીધા છે. ગુનામાં વપરાયેલ બોલેરો કાર, સ્વીફ્ટ કાર અને ચોરીમાં ગયેલ મુદામાલ સહીત કુલ રૂ 13,36,700ની મત્તા કબજે લઈને એલસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...