છેતરપિંડી:એકના ડબલની લાલચ આપી ત્રણ શખ્સે રૂ.1 લાખ પડાવ્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માળિયા પાસે કચ્છના યુવાન સાથે છેતરપિંડી
  • ​​​​​​​ટૂંકાગાળામાં માલદાર બનવાની લાલચ મોંઘી પડી

માળીયા તાલુકાના ચાચાવદરડા ગામના પાટીયા પાસે ત્રણ શખ્સએ કચ્છના યુવાનને એકના ડબલની લાલચ આપી એક લાખ તફડાવી લીધા હતા. આ અંગે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના નાની ચિરઇ ગોકુલનગરમાં રહેતા હરેશભાઇ સવાભાઇ બઢીયાને તેના જ ગામના જુમાભાઇ અયુબભાઇ મુસ્લીમે એકના ડબલ પૈસા કરી આપવાની સ્કીમ બતાવી હતી, બાદમાં માળીયાના ચાચાવદર ગામના પાટીયે બોલાવી અન્ય બે શખ્સ ગુલામ ઉમરભાઇ તથા વિરલભાઇ કે જેમના નામ સરનામાનો પતો નથી એવા આ ત્રણેય આરોપીઓએ મિલાપીપણું કરી હરેશભાઇ પાસેથી એક લાખ પડાવી લીધા હતા.

રૂપિયા લઈ આરોપીઓના વર્તન ફરી જતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેઓએ માળીયા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે અને આ કેસની વધુ તપાસ માળીયા હેડ કોન્સ્ટેબલ કે.વી. ચાવડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...