કોર્ટ કાર્યવાહી:રૂપિયાની લેતી-દેતી મુદ્દે યુવકની હત્યા કરનાર ત્રણ આરોપીને આજીવન કેદ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં બનાવ બન્યો હતો

મોરબી શહેરના બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ૨૦૧૭માં હત્યાનો બનાવ નોધાયો હતો જેમાં રામકૃષ્ણ નગરમાં રહેતા કાનજી ઉર્ફે કાનો વાસુદેવ રાવલદેવ પાસેથી સુરેશ ઉર્ફે લાલો છગન પનારા તેમજ રામદેવ ઉડે રામુ રાજુભાઈ ચાવડા અવાર નવાર રૂપિયાની માંગણી કરતા હતા જોકે યુવાને રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને કાનજીને આરોપી સુરેશ અને રામુએ છાતીના ભાગે છરીના ઘા ઝીકી દીધા આ દરમીયાન ત્રીજા એક આરોપી મયુરસિંહ ઉર્ફે લાલો મનુભ જાડેજાએ તેને પકડી રાખ્યો હોવાથી યુવાન ભાગી શક્યો ન હતો.

બાદમાં યુવકને તેના બનેવી સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા.જ્યાં તેનુ મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો તો ચોથા એક આરોપી સલમાન દાદુ દાવલિયા પર આરોપીઓને ભગાડવામાં મદદગારી કરવાનો પણ આરોપ લાગ્યો હતો આ બનાવમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા હતા અને જેલ હવાલે કર્યા હતા આ બનાવમાં પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશિટ રજુ કરી હતી બન્ને પક્ષની દલીલ અને આધાર પુરાવા રજુ કરવામાં આવ્યા હતા

આ કેસમાં સરકારી વકીલ વિજય કુમાર જાનીએ રજુ કરેળ 28 દ્સ્તાવેજી પુરાવા તેમજ 26 મૌખિક પુરાવાનાં આધારે ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝાએ આરોપી સુરેશ છગન કોળી, રામદેવ રાજુભાઈ ચાવડા,મયુરસિંહ દાનાનુભા જાડેજાને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા તેમજ વ્યક્તિ દીઠ 10,000નો દંડ ફટકાર્યો હતો જયારે આરોપી સલમાન દાદુભાઈ દાવલિયાને નિર્દોષ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...