તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:મોરબી શહેરમાં જ કોરોનાના ત્રણ કેસ, તાલુકાઓમાં કયાંય પણ નવો કેસ નહિ

મોરબી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વિદાય લઈ રહ્યું હોય તેમ કેસમાં દિન પ્રતિદિન ઘટાડો આવ્યો છે. અને તેની અસર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડામાં જોવા મળ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ બુલેટિન મુજબ કુલ 366 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી માત્ર મોરબી શહેરમા જ 3 કેસ સામે આવ્યા હતા જ્યારે મોરબી ગ્રામ્ય મળી કુલ તમામ 5 તાલુકા અને 3 નગરપાલિકા વિસ્તારમાં નવા કેસ નોંધાયા ન હતા.બીજી તરફ 5 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.જિલ્લામાં કોરોનાની ઓલ અવર સ્થિતી જોઇએ તો કુલ 1,61,247 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા તેમાંથી માત્ર 3331 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા.તેમાંથી 46 દર્દી જ હાલ એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો