તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીમાં 61 ચોરાઉ મોબાઇલ સાથે ત્રણ આરોપી ઝડપાયા

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે બાઇક, છરી સહિત 3.17 લાખનો મુદામાલ જપ્ત

મોરબીના સિરામીક કારખાનામાં કામ કરતા શ્રમિકોની ઓરડીમાંથી મોબાઈલ ચોરી, બજારમાં વેચી દેતી એક ગેંગને ઝડપી લેવામાં એલસીબીની ટીમ સફળ થઈ હતી. ચોક્ક્સ બાતમી આધારે ત્રણ મોબાઈલ ચોરને ઝડપી લીધા હતા, તેની પાસેથી રૂ. 2.77 લાખના 61 ચોરાઉ મોબાઈલ, બાઈક છરી સહિત કુલ 3.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓએ બીજા ત્રણ સભ્યોના નામની કબૂલાત આપી હતી. જેની શોધખોળ આરંભાઇ છે. એલસીબીએ સુલતાન સલેમાન ઉર્ફે સરમણ સુમરા, સતીષ ઉર્ફે વલયો રમેશભાઈ ડેડવાણીયા, નુરમામદ સાઉદિન જેડાની ધરપકડ કરી 61 મોબાઇલ, 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ત્રણેયે અન્ય ત્રણ સાગરીત સાથે મળી કારખાનાની મજૂરોની ઓરડીયોમાંથી આ મોબાઈલ ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્રણેય આરોપીઓએ સાહિલ અલીયાસ કટિયા, અલતાફ બાબુભાઈ જેડા, અને હાર્દિક ઉર્ફે આદિ મનહરભાઈ ઉર્ફે મુન્નાભાઈ રાઠોડના નામ આપતા તેમને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો