ધરપકડ:મોરબીમાં જાંબુડિયા નજીક 12 દિવસ પહેલા પારકા ઝઘડામાં નિર્દોષ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીએક વર્ષ પહેલા
મોરબીના જાંબુડીયા ગામે નિર્દોષ યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સોની પોલીસ ધરપકડ કરી - Divya Bhaskar
મોરબીના જાંબુડીયા ગામે નિર્દોષ યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સોની પોલીસ ધરપકડ કરી
  • સીસીટીવીના આધારે પોલીસે બાઈક પર નીકળેલા શખ્સોને ઓળખી લીધા અને ઝડપી લીધા

મોરબીના જાંબુડિયા પાસે 12 દિવસ પહેલા બાઈક પર આવેલા બે શખ્સે એક યુવક પર છરીથી હુમલો કર્યો હતો. જો કે આ દરમિયાન સામેથી આવી રહેલો બીજો યુવાન બચાવવા આવતો હોવાની શંકાએ તેના પર છરીથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.

​​​​​​​

31 ઓક્ટોબરના રોજ ઘટના બની હતી

મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલ લેટીના સીરામીક પાસે ગત 31 ઓક્ટોબરની મોડી રાત્રે એક યુવાન ચાલીને જતો હતો તે દરમિયાન બાઈક આવેલા બે શખ્સે જુના ઝઘડાનું મનદુઃખ રાખી હત્યા કરવાના ઇરાદે પાછળથી છરી વડે હુમલો કર્યો હતો. જો કે આ યુવાને પ્રતિકાર કરતા તે બચી ગયો હતો આ દરમિયાન વરસિંગભાઈ ફતીયાભાઈ વહોનિયા નામનો શ્રમિક યુવાન સામેથી આવતો હતો તે દરમિયાન આ ઘટના બની હોવાથી આરોપીઓ ઇજાગ્રસ્ત યુવકને બચાવવા આવતો હોવાની શંકા રાખી તેના પર છરી ચલાવી હત્યા કરી નાખી હતી.

હત્યાના સીસીટીવીના આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી
આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પી.એસ.આઈ એ.એ.જાડેજા અને સ્ટાફે આરોપીઓની શોધખોળ કરી હતી. દરમિયાન પોલીસ પેટ્રોલિંગ ટીમ દ્વારા વાહન ચેકીંગ કરી રહી હતી તે સમયના મળેલા સીસીટીવી ફૂટેઝમાં દેખાયેલા શખ્સ જેવા લાગતા બાઈક પર નીકળ્યા હતા. આથી શંકાના આધારે રમેશ ઉર્ફે રમલો ટપુ વાઘેલા અને હરસુર વાઘેલાની તલાસી લેતા બન્ને પાસેથી 9 મોબાઈલ મળી આવતા પઆ અંગે પૂછપરછ કરી હતી. જો કે બન્નેએ સંતોષકારક જવાબ ન આપતા બાઈક અને 9 મોબાઈલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા તેઓએ જાંબુડિયા નજીક યુવાનની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. ઉપરાંત અમરેલીમાં એસઓજીએ પકડેલા અક્ષર વાઘેલાએ પણ આ હત્યાની કબૂલાત આપતા ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...