કાર્યવાહી:મહેન્દ્રનગરમાં યુવાનની હત્યા કરનાર મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હત્યા સાથે જોડાયેલા સાંયોગિક પુરાવા એકત્રિત કરવા કવાયત

મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા મિતેષ ભરતભાઈ કુબાવત નામના યુવકને મહેન્દ્રનગરમાં રહેતી એક સગીરા પ્રેમ સંબંધ હતો, જે અંગેની જાણ સગીરાના માતા અને મામાને થઈ ગઈ હતી. અગાઉ તેની પુત્રી સાથે વાતચીત ન કરવા આરોપીઓએ સમજાવ્યો હોવા છતાં કોઈ ફરક ન પડતા બે દિવસ પહેલા સગીરાની માતા મીનાબેન બાલુભાઈ વિડજાએ આરોપીને પાઠ ભણાવવાનું નકકી કર્યું હતું, અને તેના બે ભાઈ ધર્મશ બાલુભાઈ વિડજા તેમજ પરેશ બાલુભાઈ વિડજા સાથે મળી યુવાનનું કારમાં અપહરણ કર્યું હતું, તેમજ ઢોર માર મારી હત્યા નિપજાવી હતી.

આ બનાવમાં પોલીસે મૃતકની માતાની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ અપહરણ જીવેલેણ હુમલો અને હત્યા સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે બી ડિવિઝન પોલીસ મથકના પો.ઈન્સ્પેકટર પી.એ દેકાવડીયા અને તેની ટીમે આરોપી ધર્મેશ,પરેશ તેમજ મીનાબેનને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર તેમજ અન્ય સાંયોગિક પુરવા એકત્ર કરી કબજે કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...