અસામાજિક તત્ત્વોનો ત્રાસ:મોરબીમાં પોતાનો ભાગ લેવા ઉદ્યોગપતિને ધમકી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના સિરામિક ઉદ્યોગમાં દરેક કારખાનામાં ભાગીદાર હોય છે સમયાંતરે આ ભાગીદારો છૂટા કે નવા ભાગીદાર ઉમેરાતા હોય છે.આ જુના ભાગીદાર મતભેદો કે હિસાબની બાબતે અલગ પણ થતા હોય છે તેવામાં મોરબીના એક કારખાનેદારને તેના ભાગીદાર દ્વારા અસામાજીક તત્વોને લઈને ભાગ આપી દેવા ધમકી આપવાની રાવ પોલીસ સુધી પહોંચી છે.

મોરબીના નીચી માંડલ ગામ પાસે લેવિન્ઝા સીરામીક નામની ફેક્ટરી ધરાવતા નવદીપભાઈ જેઠલોજા તાલુકા પોલીસમાં લેખિત અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે તેમની ફેકટરીમાં 10 ભાગીદારો છે અને 19-A પાર્ટનર તરીકે ગીરીશભાઈ દેવશીભાઈ લીખીયા છે આ કંપનીમાં ગીરીશભાઈનો ભાગ ઇન્ડિયન બેંક દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે અને હાલમાં કારખાનું ખોટમાં ચાલી રહ્યું છે આથી ગીરીશભાઈ અવારનવાર તેનો ભાગ પૂરો કરી દેવા માટે દબાણ કરે છે.

રવિવારે આ શખ્સ પોતે તથા અન્ય ત્રણ અસામાજિક તત્વો સાથે ફેક્ટરીએ આવ્યા હતા અને ધમકી આપી હતી આ શખ્સ અગાઉ પણ આવા તત્વોને લઈને વારંવાર પૈસા માટે આવે છે તેથી આવા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા પોલીસને માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...