મોરબી જિલ્લામાં સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીઓ અને મહિલાઓને બ્લેક મેઈલ કરવા અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેમ આવા બનાવ વધી રહ્યા છે.
તાજેતરમાં મોરબી શહેરના ત્રણ શખ્સે એક સગીરાને ઇન્સ્ટાગ્રામના બોગસ આઈડીથી બ્લેક મેઈલ કરવાની ઘટના બની હતી. જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. આ પહેલાં એક યુવતીની બહેનના નામનું આઈડી બનાવી બીભત્સ ફોટો વાયરલ કરવાની ઘટના બની હતી ત્યારે મોરબી જિલ્લામાં વધુ એક આવી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ માળિયા તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતી સાથે બન્યો છે, જેમાં અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી તેમાં યુવતીને ગાળો આપી હતી તેમજ બીભત્સ મેસેજ વાયરલ કર્યો હતો અને અવાર નવાર હેરાન પરેશાન કરતા હોવાથી યુવતીએ આ અંગે પરિવારજનોને જાણ કરી હતી જેથી તેઓએ માળિયા મી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને બનાવની ગંભીરતાને ધ્યાને લઇ માળિયા મિયાણા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.આ અંગે સર્કલ પીઆઈ પી એચ લગધિરકા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.