ટંકારામાં ચોરી:લક્ષ્મિનારાયણ સોસાયટીમાં મકાનનો દરવાજો તોડી ચોર ઘૂસ્યા, 30 હજારની મત્તાની ચોરી

ટંકારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું - Divya Bhaskar
તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું
  • તસ્કરોને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી

મોરબી જિલ્લાના ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સરદાર સ્કુલની સામે બંધ મકાનનો દરવાજો અડધો તોડીને ચોરીનો બનાવ બનવા પામ્યો છે. જેમાં તસ્કરોની ગેન્ગ રૂ. 30 હજાર રોકડાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદના આધારે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘર બંધ હોય તસ્કરોએ નિશાન બનાવ્યું
મોરબી જિલ્લાના ટંકારા ખાતે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા પંકજભાઇ લુહારના ઘેર રાત્રીના અંધારાનો લાભ લઇ તસ્કરોની ગેન્ગે હાથ ફેરો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવમાં તસ્કરોએ મકાનનો અડધો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અને તસ્કરો આ બંધ મકાનમાંથી રૂ. 30000થી વધુ રોકડાની ચોરી કરી અંધારામાં અદ્રશ્ય થઇ ગયા હતા.

ઘરનો દરવાજો તોડી ચોર અંદર ઘૂસ્યા
ઘરનો દરવાજો તોડી ચોર અંદર ઘૂસ્યા

થોડા દિવસમાં ચોરીની ત્રીજી ઘટના
આ બનાવ અંગેની પોલિસને જાણ કરાતા પોલિસ અધિકારીઓની ટીમ બનાવના સ્થળે દોડી ગઇ હતી. આ ચોરીના બનાવ જે જગ્યાએ બન્યો એ જગ્યાએ હોમગાર્ડ અને જીઆરડીનો પોઇન્ટ હોવા છતાં અવારનવાર ચોરીની ઘટના બનતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. આ સોસાયટીમાં પાછલા થોડા દિવસોમાં જ ચોરીની ત્રીજી ઘટના સામે આવી છે. આ અંગે પોલીસ ચોરી અંગેનો ગુન્હો દાખલ કરી તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...