આવતી કાલે આ વિસ્તારોમાં વિજકાપ:મોરબીમાં લાઈન રીપેરીંગ કામગીરીને પગલે ગૌશાળા ફીડરમાં સવારે 7 થી 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે લાઈન કામગીરી કરવાની હોવાથી સવારથી બપોરે દોઢ વાગ્યા સુધી વીજકાપ રહેશે તેવી માહિતી PGVCL દ્વારા આપવામાં આવી છે.

આ સોસાયટીઓમાં વીજકાપ રહેશે
મોરબી PGVCLની યાદીમાં જણાવ્યા અનુસાર તા. 05ને શુક્રવારના રોજ નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે લાઈન કામગીરી કરવાની હોવાથી PGVCL મોરબી શહેર 1 પેટા વિભાગ હેઠળ આવતો 11 જેવી ગૌશાળા ફીડરમાં સવારે 7 થી બપોરે 01:30 કલાક સુધી વીજકાપ રહેશે. જે ફીડરમાં આવતા શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે જેની ગ્રાહકોએ નોંધ લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...