તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુઝિવ:મોરબીમાં મચ્છુ-2 કેનાલ પર પાર્કિંગ પ્લેસ, વોક-વે, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે, આગામી જનરલ બોર્ડમાં ઠરાવ માટે યોજના મુકાશે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરની મધ્યમાંથી નિકળતી આ કેનાલ આગામી સમયમાં ભૂતકાળ બની જશે. - Divya Bhaskar
શહેરની મધ્યમાંથી નિકળતી આ કેનાલ આગામી સમયમાં ભૂતકાળ બની જશે.
  • મોરબીની મધ્યમાંથી નીકળતી કેનાલને પાઇપ નાખી બૂરી દેવાશે, વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ

મોરબીને જિલ્લાનો દરજ્જો મળ્યો છે પરંતુ વિકાસની દોટમાં સામેલ થયા બાદ લોકોને મળવી જોઇતી પાયાની સુવિધાનો હજુ અભાવ હોઇ, ટ્રાફિક પાર્કિંગ સહિતની અનેકાનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પુરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અમુક વિકાસ કામો ઝડપથી સાધી શકાતા નથી. જો કે આગામી સમયમાં મોરબીના કેનાલ રોડની સિકલ બદલી જશે.

જનરલ બોર્ડમાં મંજૂરી માટે રજૂ કરશે
શહેરની મધ્યમાંથી પસાર થતી કેનાલની જગ્યાનો સદુપયોગ કરવાનું પાલિકાએ નક્કી કર્યું છે અને લોકોને લાંબા સમયથી ભોગવવી પડતી ટ્રાફિક સહિતની સમસ્યામાંથી છૂટકારો મળશે. મચ્છુ 2 કેનાલને મોટા પાઇપ નાખી બૂરી દેવાશે અને તેના પર આરસીસી સ્ટ્રક્ચર બનાવી તેના પર વાહન પાર્કિંગ, વોક વે, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું આયોજન પાલિકાએ ઘડી કાઢ્યું છે અને તેને વિભાગીય મંજુરી પણ મળી ગઇ છે.આગામી જનરલ બોર્ડમાં તેને મંજુરી માટે રજૂ કરાશે.

પાર્કિંગની સમસ્યા દૂર કરાવમાં આવશે
મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ-૨ કેનાલની માત્ર એક જ તરફ રોડ છે આ કેનાલના બંને કાંઠે રહેણાંક તથા વ્યાપારિક બાંધકામો ખુબ મોટી સંખ્યામાં બની ગયા છે. આ ઉપરાંત ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને મોટા વાહનો પણ આ રોડ પરથી જ પસાર થાય છે. જેને કારણે આ આખા રોડની બંને સાઇડ ખૂબ જ ટ્રાફિક જામ તથા પાર્કિંગની સમસ્યા રોજિંદી બની ગઇ છે. ત્યારે આ કેનાલનું બુરાણ કરવામાં આવે તથા બીજી તરફ પણ રોડ બનાવવાની માંગણીઓ સતત ઉઠતી રહી છે.

આ માંગણીઓને સંદર્ભે મોરબી નગરપાલિકા દ્વારા બે વર્ષ પૂર્વે સિંચાઈ વિભાગના ઈજનેરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કેનાલમાં પાઈપ નાખી ઉપર આરસીસી સ્લેબ કરીને રસ્તો બનાવવા બાબતે મંજૂરીની માંગણી કરવામાં આવી હતી પરંતુ કેનાલની બીજી તરફ રહેતા કેટલાક ઉધોગપતિઓ અને રાજકીય ઓથ ધરાવતા લોકો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવતો હતો, તેમજ રાજકીય ભલામણો દ્વારા આ કામની મંજૂરીને અટકાવવામાં આવતી હતી.

પરંતુ આ અંગે ગાંધીનગરથી નર્મદા જળ યોજના, પાણી પુરવઠા તથા સિંચાઇ વિભાગ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને મંજૂરી અપાઈ ગઇ છે જે મુજબ હવે થોડા સમયમાં જ આ કેનાલમાં મોટા પાઈપ નાખી તેના પર આરસીસી સ્લેબ કરી પુરી દેવાશે. જ્યારે કેનાલની બીજી તરફ પણ રોડ બનાવશે જેથી ટ્રાફિકનો મહદ્દ અંશે ઉકેલ આવશે.

લાંબા સમયનો પ્રશ્ન ઉકેલાશે
આ રોડ પર ચોમાસામાં પાણી ભરાય છે. દૈનિક 10 હજારથી વધુ ચાલક પસાર થાય છે. બંને બાજુ મળીને 15 હજાર લોકોના રહેઠાણ તથા વેપાર કરે છે ત્યારે આ રોડ પહોળો કરવો અનિવાર્ય છે. આ અંગે બે વર્ષ પહેલાં રજૂઆત કરી હતી તેનો હવે જવાબ આવ્યો છે, અને હવે લોકોને સુવિધા મળશે અને પાણી ભરાવાની સમસ્યામાંથી છૂટકારો.

5 કિ.મી.માં પ્રોજેક્ટ આકાર પામશે
આ કેનાલ 10 મીટર પહોળી છે તેમજ 7 થી 8 ફૂટ ઉંડી છે. તેમજ લીલાપર ગામથી કંડલા બાયપાસ એટલે દલવાડી સર્કલ સુધી પાંચ કિલોમીટર સુધીની કેનાલમાં પાઈપ નાખી તેના પર આરસીસી સ્લેબ બેસાડાશે જેના પર વોકિંગ પાથ તથા સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. આ ઉપરાંત દિવસ ભર પાર્કિંગ થઇ શકશે તથા રાત્રે નાના બાળકો માટે વિવિધ રાઈડ ધરાવતું મીની એમ્યુઝમેન્ટ પાર્ક બનશે. > ગીરીશ સરૈયા, ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...