તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરસની સાથે ફુગનો પ્રકોપ:મોરબી જિલ્લામાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસના દૈનિક 8થી10 કેસ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાઇરસની સાથે ફુગનો પ્રકોપ વધ્યો, કોરોનાથી સ્વસ્થ અને ડાયાબિટીસના દર્દીઓ હોય તેમનામાં જોખમ વધ્યું

કોરોનામાં ગંભીર લક્ષણ ધરાવતાં દર્દીઓનો ઇલાજથી જીવ બચી જાય છે. જો કે તેમાંથી ઘણાનેે મ્યુકરમાઇકોસિસ નામની ફૂગની ગતિ ખૂબ ઝડપી બની છે, ગણતરીના દિવસમાં ઈન્ફેકશન લાગે છે જેથી આંખ અને નાકના ભાગે સોજો થાય છે. મોરબીમાં સપ્તાહ પહેલા દૈનિક 10થી 15 કેસ આવતા. જો કે ચાલુ સપ્તાહમાં થોડો ઘટાડો નોંધાયો છે અને દૈનિક 8થી 10 કેસ આવી રહ્યા છે. અને ગયા સપ્તાહમાં જોઈએ તો 150થી વધુ દર્દીમાં આવા કેસ સામે આવ્યા છે. આ ફૂગ ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા, કોરોનાને મ્હાત આપી ચૂકેલા ડાયાબિટીસના દર્દીઓમાં વધુ જોવા મળી રહી છે.

કોને થઈ શકે?
આ ફૂગ હવાના માધ્યમથી પ્રસરતી હોવાથી કોઈને પણ થઈ શકે છે. જો કે સૌથી વધુ સંભાવના ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં તેમજ ડાયાબિટીસના પેશન્ટ જેમનું સુગર લેવલ 200થી વધારે હોય તેવા દર્દી આ ઉપરાત કોરોના પોઝિટિવ આવેલા દર્દી કે જેમને સ્ટિરોઈડના ડોઝ આપ્યા હોય જેથી તેનું સુગર લેવલ 200થી વધુ જતું રહ્યું હોય તેમને થવાની સંભાવના વધી જાય.

શું છે મ્યુકરમાઇકોસિસના લક્ષણ
મ્યુકરમાઇકોસિસએ એક પ્રકારની ફૂગ છે. જે કોહવાયેલી જગ્યા કે ગંદકીમાં ઉત્પન્ન થાય છે અને હવાના માધ્યમથી નાકમાં પ્રવેશે છે અને નાકના પોલણમાં ચોંટી જાય છે અને ઝડપથી દર્દીમાં સંક્રમણ વધારવાનું શરૂ કરે છે. શરૂઆતમાં નાક, આંખ અને દાંતના ભાગમાં અસહ્ય દુખાવો અને સોજો આવવા લાગે છે. નાકમાંથી કયારેક લોહી નીકળે અથવા કાળું ચીકણું પ્રવાહી નીકળે અને આંખના ભાગે દેખાવવાનું ઓછું થવા લાગે છે. જો આ લક્ષણો નજર અંદાજ કરવામાં આવે તો સ્થિતિ વધુ બગડે છે અને આંખ ગુમાવવાવનો વારો આવે છે. તેમ કાન નાક ગળાના સ્પેશ્યલિસ્ટ ડો. અલ્પેશ ડી ફેફર જણાવ્યું હતું.

શું કાળજી રાખવી?
આ ફૂગના સંક્રમણથી બચવા દર 20 મિનિટે હાથ ધોવા વપરાશની વસ્તુ જેવી કે ચશ્મા, ફેસ માસ્ક, કપડાં, રૂમાલ તેમજ આંખ કે નાકને સ્પર્શી શકે તેવી વસ્તુ સાફ રાખવી.બહાર નીકળતી વખતે સ્વચ્છ માસ્ક પહેરવું. ડાયાબિટીસના દર્દીઓએ સુગર લેવલ કન્ટ્રોલમાં રાખવું. કસરત કરવી, ભીડ તેમજ ગંદકી હોય તેવી જગ્યાએ જવાનું ટાળવું. જે વ્યક્તિને આંખ નાકના ભાગે સોજો કે દુખાવો જણાય તો ડોકટર પાસે તપાસ કરાવવી.

અન્ય સમાચારો પણ છે...