તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:આપના આગેવાનો પર હુમલાના વિરોધમાં ઠેર ઠેર આવેદન અપાયા

મોરબી/ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી, ગોંડલ અને જેતપુરમાં હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ

આમ આદમી પાર્ટીનાં આગેવાનો પર તાજેતરમાં સોમનાથ અને ગીરસોમનાથ જિલ્લામાં થયેલા હુમલાના બનાવના વિરોધમાં મોરબી આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા અને આમ આદમી પાર્ટીના આગેવાનોને સલામતી પુરી પાડવાની માંગ કરી છે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી ન થાય તો અહિંસાના માર્ગે લડત ચલાવવાનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિતના ઉપર પહેલા સોમનાથમાં બાદમા વિસાવદરમાં હુમલો થયો હતો.

આપના અગ્રણીઓ ઉપર આવા હીચકારા હુમલાની ઘટનાને શબ્દોમાં વખોડી આ બનાવોની તટસ્થ તપાસ કરવા માંગ કરી છે. બીજી તરફ ગોંડલમાં પણ આપ દ્વારા નાયબ કલેકટરને નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટી એફ. આઇ. આર. દાખલ થયેલ છે તે રદ કરવા આવેદન અપાયું હતું જેમાં જણાવાયું હતું કે સરકારે નિર્દોષ આગેવાનો તથા સભ્યોની ધરપકડ ન કરવી અને તાત્કાલીક હુકમથી આમ આદમી પાર્ટીના આગેવાનો તથા સભ્યો સામે દાખલ થયેલી એફ. આઈ. આર. રદ કરવા માંગણી કરવામાં આવી છે.

જેતપુર શહેર અને તાલુકા આમઆદમી પાર્ટી દ્વારા પાર્ટીના રાજ્ય કક્ષાના આગેવાનો પર થયેલ હુમલા બાબતે મામલતદારને આવેદન પત્ર આપી રજૂઅાત કરવામાં આવી હતી કે અમારા આગેવાનો પર વારંવાર હુમલા થઇ રહ્યા છે. હુમલાખોરોનું રાજકીય કનેક્શન સામે આવ્યું છે. આથી આપના આગેવાનો પર થયેલા હુમલાની તટસ્થ તપાસ થવી જોઇએ. જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહિ થાય તો વિરોધ પ્રદર્શન કરાશે.

અન્ય સમાચારો પણ છે...