તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર:માળિયા પંથકમાં ચોરી, મોરના શિકાર વધતા લોકોએ રાત ઉજાગરા શરૂ કર્યા

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્થાનિકો તથા યુવાનોએ કડકડતી ઠંડીમાં રાત્રે ગામમાં ચોકીદારી શરૂ કરી - Divya Bhaskar
સ્થાનિકો તથા યુવાનોએ કડકડતી ઠંડીમાં રાત્રે ગામમાં ચોકીદારી શરૂ કરી
 • દર વર્ષે શિયાળામાં ચોરીના બનાવ વધતા લોકો જાતે જ રખોપુ કરવા મજબૂર

મોરબી જિલ્લાના મોરબી માળીયા મિયાણાં તાલુકામાં શિયાળાની ઠંડી વધતાની સાથે જ ચોરી તેમજ રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર વધ્યા છે. તાજેતરમાં નાનાભેલા ગામે છેલ્લા દિવસો દરમ્યાન સૌરક્ષિત રાષ્ટ્રીય પક્ષી એવા મોરના શિકારના બનાવો બનતા અને ચોરીના બનાવોમાં પણ વધારો થતાં ગ્રામજનોએ તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે સ્વંય રાત્રી રોન શરૂ કરી છે. મોરબી જિલ્લામાંઠંડીનો પ્રકોપ વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવ વધ્યા છે.ખાસ કરીને માળીયા તાલુકામાં નાનાભેલા ગામમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. સાથોસાથ ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તારમાં વિચારતા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા માટે શિકારીઓ મોડી રાત્રે નીકળી પડે છે.

જેને લઈને સ્થાનિકો તથા યુવાનોએ કડકડતી ઠંડીમાં રાત્રે ગામમાં ચોકીદારી શરૂ કરી છે. રાત્રી પહેરો ભરવામાં ગ્રામના અગ્રણીઓ ટીમ બનાવી વ્હેલી રાત્રિથી પરોઢ સુધી સમગ્ર ગામમાં ફરીને સબ સલામતની આલબેલ પોકારી રહ્યા છે. તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે ગ્રામીણોએ સ્વંય ઉપરોક્ત બનાવોને રોકવા માટે પ્રયત્નશીલ બનવું પડ્યું હોય તંત્ર માટે શરમજનક બાબત તો છે જ, વધુમાં રાષ્ટ્રીય પક્ષીની જાળવણીની અગત્યતા તંત્ર સમજતું ન હોવાનો વસવસો પણ ગ્રામીણોમાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોરનો શિકાર કરવો એ ગંભીર ગુન્હાની વ્યાખ્યામાં આવે છે ત્યારે આવા શિકારી તત્વો સામે વન વિભાગ અને પોલીસ કડક હાથે કામ લ્યે તેવી લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો