પ્રાથમિક શાળામાં તસ્કરી:શાળામાંથી રમતગમતના સાધન, રસોઇ બનાવવાના વાસણની ચોરી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના નવા જાંબુડિયા ગામની પ્રાથમિક શાળામાં તસ્કરી
  • વેકેશન હોય સામાન ઓરડામાં રાખ્યો’તો, રૂ.10,830નો સમાન ઉપાડી ગયા

મોરબી જિલ્લામાં ચોરીની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે અગાઉ તસ્કરો ઘર મંદિર કે દુકાનોને નિશાન બનાવતા હતા જોકે હવે પ્રાથમિક શાળા પણ સુરક્ષિત રહી નથી. હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનનો સમય ચાલી રહ્યો હોય જેના કારણે શાળા બંધ હતી જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. મોરબીના નવા જાંબુડિયા ગામે પ્રાથમિક શાળામાંથી ચોરી થઇ હતી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાની નવા જાંબુડિયા ગામની પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા અને શાળામાં રહેલા મધ્યાહ્ન ભોજનના રસોડા તથા મોટરવાળા રૂમમા રાખેલ સામાન જેમા રૂ.5300ની કિંમતની સ્ટીલની થાળીઓ, કુકર તેમજ તપેલુ સહિતના રસોઈના અનેક સાધનો રાંધણ ગેસનો બાટલો ઉપરાંત બાળકોને રમવા માટે શાળામાં રાખેલા રમતગમતના સાધનો જેમા લાકડાનું કેરમ લોખંડના બેડમીન્ટન પોલ, લોખંડનો વોલીબોલ પોલ, બેટ નંગ સ્ટમ્પ તેમજ વોલીબોલના સાધનો મળી કુલ કિ.રૂ.10,830ની કિંમતનો સામાન રાખી વેકેશન હોવાના કારણે તાળુ મારેલ હોય જે આ કામના અજાણ્યા આરોપીએ શાળામા પ્રવેશ કરી તાળા તોડી સામાન ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે શાળાના આચાર્ય નયનભાઈ હિમતભાઇ ભોજાણીએ ફરિયાદ નોધાવી હતી. આ અંગે પીએસઆઈ આઈ એમ અજમેરીએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...