ચોરી:મોરબીમાં મંદિરમાં પૂજા કરવા ગયેલા પૂજારીના ઘરમાં ચોરી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુબેરનાથ મંદિરના પૂજારીએ ફરિયાદ નોંધાવી
  • ​​​​​​​રૂ.49 હજારનો માલસામાન ચોરી કરી ફરાર

મોરબીના દફ્તરી શેરીમાં આવેલ એક મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને ઘરમાંથી રૂ.49,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીની દફતરી શેરીમાં રહેતા અને કુબેરનાથ મંદિરમાં પૂજા કરતા ધીમલગીરી હર્ષદગીરી ગોસાઈ કુબેરનાથ મંદિરમાં પુજા માટે ગયા હતા તે દરમિયાન દફતરી શેરીમાં તેમના રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેમના ઘરમાંથી તસ્કરો રૂ 10 હજાર રોકડ તેમજ સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસની ટીમ તેમના ઘરે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તસ્કરીના બનાવ અંગે કુબેરનાર મહાદેવ મંદિરના પૂજારી ધીમલગીરીએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોધાવી હતી. જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...