તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મોરબીમાં એક જ રાતમાં 3 સ્થળે ચોરી, તસ્કરો CCTV કેમેરામાં કેદ

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રકૂટ, અનિલપાર્કમાં રોકડ, જ્યારે કિશનપાર્કમાં દસ્તાવેજની ચોરી

મોરબીમાં ફરીવાર તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને એક રાતમાં અલગ અલગ સોસાયટી વિસ્તારમાં ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં પ્રથમ બનાવ મોરબીના ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા કેતનભાઇ કાચરોલાના ઘરમાંથી તસ્કરોએ કબાટ તોડી 10 હજાર રોકડ અને દાગીનાની ચોરી કરી હતી બીજા રૂમનો કબાટ તોડી ચોરી કરવા જતાં હતાં ત્યાં સુધીમા કેતનભાઈ જાગી ગયા હતા અને પડકાર કરતા તિજોરી ખુલ્લી મૂકી ભાગી ગયા હતા.

તેમજ અનિલ પાર્કમાં રહેતા રવજીભાઈ મોતીભાઈ કણઝારિયાના ઘરમાંથી રૂ.5000 ભરેલ પર્સની ચોરી કરી હતી. ઘટના દરમિયાન રવજીભાઇના માતાને પથ્થરમારી ઇજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત કીશન પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા જયદીપભાઈ પૂર્ણ વેરાગીના ઘરમાંથી રોકડ રકમ ન મળતા માત્ર પાસપોર્ટ, લાયસન્સ સહિતના ઓરિજીનલ ડોક્યુમેન્ટ ભરેલ પર્સ ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો