કાર્યવાહી:લિફ્ટ ન દેતા લોકોને ડરાવવા યુવાને પથ્થર ઉપાડતા 4 શખ્સે માર માર્યો

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના શનાળા ગામથી વાવડી ગામ તરફ જવાના રસ્તે બનાવ
  • ઘરે જવા મોડું થતું હોય રસ્તે નીકળતા લોકોને ઊભા રાખવા કૃત્ય કર્યાનું રટણ

મોરબીના શનાળા ગામથી વાવડી ગામ તરફ જવાના સિંગલ પટ્ટી રસ્તે એક સખ્સે હાથમાં પથ્થર રાખી મોટર સાઈકલ ચાલકને મોટર સાઈકલ ઉભું રાખવાનું કહી મોટર સાઈકલ ચાલક ડરી જતો મોટર સાઈકલ પરથી ઉતરી જતા ચાર શખ્સોએ માર માર માર્યો હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના વાવડી કેનાલની બાજુમાં ઝુપડામાં રહેતા શૈલેશભાઈ બચુભાઈ બાબરિયા શનાળા ગામથી વાવડી ગામ તરફ સિંગલ પટ્ટી રસ્તે રોડ પર ઉભા હતા અને તેને ઘરે જવાનું મોડું થત્તું હોય રાત્રીનો સમય થઇ ગયો હોય જેના કારણે રોડ પર નીકળતા વાહનોને ઉચા હાથ કરી વાવડી લઇ જવા માટે કહેતા હતા પણ કોઈ વાહન ઉભા રાખતા ન હોય જેથ ગુસ્સે ભરાઈ બે હાથમાં પથ્થર લઇ વાહન ઉભું રાખવા હાથ ઉચા કરી વાહન ઉભું રાખવા કહેતા એક મોટર સાઈકલ ચાલક નીકળતા જેઓને તેનું મોટર સાઈકલ ઉભું રાખવા માટે હાથમાં પથ્થર રાખી હાથ ઉચો કરતા હતા.

મોટર સાઈકલ ચાલક ડરી જતા પોતાની મેળે મોટર સાઈકલ સાથે રોડ પર પડી જતા તેને જીતેન્દ્રભાઈ નામના માણસને ફોન કરી બોલાવી તેમજ બીજું ડબલ સવારી મોટર સાઈકલ વાળા બે માણસો તેમ ચારેય માણસોએ ફરિયાદી શૈલેશભાઈને શરીરે ઢીકા પાટુંનો માર મારી છાતીમાં પડખામાં તથા ડાબા પગમાં ફેકચર જેવી ઈજા કરી હોવાની ફરિયાદ શૈલેશભાઈ બાબરિયા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે

અન્ય સમાચારો પણ છે...