વિવાદ:ગાળો બોલતા શખ્સનો ફોન યુવકે કાપ્યો, તો ચાર યુવાને માર માર્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે
  • હુમલો અને તોડફોડ કરનાર ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંત્યત ખાડે ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે મોરબી શહેર હોય કે અન્ય તાલુકા વિસ્તાર ઠેરઠેર લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.આવારા તત્વો જાણે ફાટીને ધુમાડે ચઢ્યા હોય તેમ નાની બાબતોમાં છરી હુલાવતા થઈ ગયા છે.મોરબીના વાવડી રોડ પર પણ આવી જ એક ઘટના સામે આવી છે. ફોન પર ગાળો બોલતા શખ્સને રોકી તેનો ફોન કાપી નાખ્યો તો એ યુવકે અન્ય ચાર યુવાનને બોલાવી એ યુવકની ધોલધપાટ કરવામાં આવી હતી.

આ બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના જોન્સનગરમાં રહેતા એઝાઝ નૂરમહમદ જામ નામના યુવકને બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધીએ ફોન પર ગાળો આપતો હોવાથી એઝાઝે ફોન કાપી નાખ્યો હતો.આ વાતથી ગુસ્સે થયેલા બાબુએ યુવકને વાવડી રોડ પર આવેલ ઉમિયાપાર્ક પાસે બોલાવ્યો હતો અને તેના મિત્ર મોહિન તથા હરેશ ગઢવી પર ઇમરાન ઇકબાલ ઝેડા,મકબુલ મહેબુબ સંધી,દશરથ દરબાર ઉર્ફે દશુભાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

તેમજ તેના બાઈકમાં પણ તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું. હુમલો અને મારામારીના બનાવ અંગે યુવકે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફોન કાપી નાખવાની નાની એવી બાબતમાં મોટું સ્વરૂપ આ ઘટનાએ લઇ લેતાં મામલો બીચક્યો હતો અને પોલીસ મથકે પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...