તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:મચ્છુ-3 ડેમમાં ઝંપલાવી યુવકે આપઘાત કર્યો

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી શહેરમાં આપઘાતના બે બનાવ
  • રફાળેશ્વર પાસે ટ્રેન અડફેટે યુવકનું મોત

મોરબી શહેરમાં એક જ દિવસમાં બે આપઘાતના બનાવ બન્ય જેમાં એક યુવકે ડેમમાં ઝંપલાવી તો અન્ય એક યુવકે ટ્રેન અડફેટે આપઘાત કરી લીધો હતો. મીરા પાર્ક વાવડી રોડ પર રહેતા દિનેશભાઇ જીવરાજભાઇ ધુળકોટીયા એ ગત 21 ઓગસ્ટ ના રોજ મોરબીના જુના ધરમપુર ગામની સીમમાં જૂની આર.ટી.ઓ. કચેરી પાસે આવેલા મચ્છુ-૩ ડેમમાં કૂદકો લગાવતા તેનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં જુના ધરમપુર ગામની સીમ જુની આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ-૩ ડેમના કીનારેથી યુવાનની લાશ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈએ જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં મોરબીના રફાળેશ્ર્વર ગામ પાસે પાણીના તળાવ સામે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે અંદાજે 25 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનું મોત નિપજતા ઘટના અંગે રેલવે પોલીસે જાણ કરતા તાલુકા પોલીસે એડી નોંધી યુવકે આપઘાત કર્યો કે અકસ્માત તે અંગે તેમજ અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...