મોરબીના ટીંબડી પાટિયા નજીક આવેલા સનલેક્સ ફેબ્રિક નામની ફેક્ટરીમાં કામ કરતા મજુરે કોઈ કારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર મોરબીના ટીંબડી પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાછળ આવેલા સનલેક્ષ ફેબ્રીક કારખાનાના રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જગદીશસિંહ સોહનસિંહ રાજપુત નામના શ્રમિકે કોઈ કારણોસર ગત તારીખ ૮ ના રોજ આ લેબર કવાર્ટરના બીજા માળે ખુણા ઉપરની છેલ્લી ઓરડીમાં પંખા સફેદ કાપડું બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.