તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીની યુવતીનું સાહસ:ઘડિયાળ મેન્યુફેક્ચરિંગ કંપની ચાલુ કરી પાંચ વર્ષમાં 6 કરોડ સુધી ટર્નઓવર પહોંચાડ્યું; આજે 100 બહેનોને રોજગારી આપે છે

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે, પરંતુ ઘડિયાળના નાના-મોટા 200થી વધુ કારખાનાઓમાં એકમાત્ર મહિલા ઉદ્યોગપતિ છે. વર્ષ 2015માં 2000 ચોરસ ફૂટ જગ્યા ભાડે રાખીને મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરનાર અલ્પા પટેલ આજે 2,00,000 ચોરસ ફૂટમાં પોતાની માલિકીની વિશાળ ફેક્ટરી ચલાવી રહ્યા છે.

બીસીએ અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો અભ્યાસ કરી ચૂકેલા અલ્પાબેનને નાનપણથી પોતાનો બિઝનેસ કરવાની લગન હતી. લગ્ન પછી પતિ અને સાસરિયાના ટેકાથી 2015માં તેમણે જ્યારે ઘડિયાળ બનાવવાની શરૂઆત કરી ત્યારે આ ઉદ્યોગ વિશે કશી સમજ નહોતી, પરંતુ મહેનત અને માર્કેટમાં ફરીને તેમણે ધંધો શીખવાનું ચાલુ રાખ્યું. પ્રથમ વર્ષે 4 લાખનું ટર્નઓવર થયું. તેમણે મોરબીમાં એન્ટિક ક્લોક બનાવવાની શરૂઆત કરી અને ધીમે ધીમે 500થી વધુ નવા મોડલ બનાવ્યા. તેમની ફેક્ટરીમાં 100 સ્ત્રી કામ કરે છે. જેમને લાવવા-મૂકવાથી લઈને નાસ્તો, વીમો, આર્થિક મદદ જેવી સહાય પણ આપવામાં આવે છે. લૉકડાઉન છતાં અલ્પા પટેલ આજે વાર્ષિક 6 કરોડનું ટર્નઓવર કરે છે.

‘સ્ત્રીઓ ધંધામાં વધુ સફળ થઈ શકે’
કોઈપણ બિઝનેસમાં મેનેજમેન્ટ ખૂબ અગત્યનું હોય છે. સ્ત્રીઓમાં આ ગુણ કુદરતી રીતે જ હોય છે. મારી ક્રિએટિવિટીના કારણે હું સતત નવી અને સારી પ્રોડક્ટ્સ આપી શકું છું. બહેનોએ પણ બિઝનેસમાં આગળ આવવું જોઈએ અને આ સમય તેમના માટે બેસ્ટ છે. > અલ્પા પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો