તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પત્ની પિયર જતી રહેતા પતિને લાગી આવતા ફાંસો ખાઇ લીધો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના રંગપર પાસે કારખાનાના ક્વાર્ટરમાં બનાવ

મોરબી તાલુકાના રંગપર નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવકની પત્ની રિસાઈ પિયર જતી રહેતા લાગી આવતા રાત્રે ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ લૂકાસો સિરામિક કારખાના રહીને મજૂરી કામ કરતા સુનિલભાઈ માંગીલાલ પારઘી નામના પરપ્રાંતીય યુવકને પત્ની સાથે ઝઘડો થઇ જતા પત્ની રિસાઈને પિયર જતી રહી હતી જે અંગે તેને લાગી આવતા રાત્રીના 10 વાગ્યાની આસપાસ પોતાની ઓરડીમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ઘટના બાદ મૃતદેહ ને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. મૃતકના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા.પણ પત્ની સાથે કોઈને કોઈ બાબતે ઝઘડા થતા તે રિસામણે પિયર ચાલી ગઈ હતી. દરમિયાન મૃતક યુવાન એક મહિના પહેલા મજૂરી કામે મોરબી આવ્યો હતો.

આથી પત્ની સાથે ફરી સમાધાન કરીને તેડી લાવ્યો હતો. પણ પત્ની સાથે મનમેળ નહિ જામતા ઝઘડા થતા ફરી પત્ની રિસામણે પિયર ચાલી ગઈ હતી. આથી આ બાબતે મનોમન લાગી આવતા યુવકે આ અંતિમ પગલું ભરી લીધાનું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...