પ્રભુતામાં પગલા પાડ્યા:મોરબીના વિકાસ વિદ્યાલયમાં રહેતી દીકરીનો ધામધૂમથી લગ્નોત્સવ યોજવામાં આવ્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ બાળ સંરક્ષણ ગૃહમાં સત્તર વર્ષ પૂર્વે ત્રણ વર્ષની બાળા દિપાલીનું આગમન હતું હતું. લજાઈ ગામ પાસેથી બાળકી મળી આવતા વિકાસ વિદ્યાલયમાં આશરો આપવામાં આવ્યો હતો. જે દીકરીનું લાલન-પાલન કરવા ઉપરાંત કોલેજ સુધી અભ્યાસ કરાવ્યો હતો અને તેના લગ્ન નક્કી થયા હોય આજે ધામધૂમથી લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો.

દિપાલીની ઉમર લગ્નલાયક થતા સી.ડબલ્યુ.સી અને સમાજ સુરક્ષા, ડીસ્ટ્રીકત ચાઈલ્ડ પ્રોટેક્ટ યુનિટ દ્વારા તપાસી ચકાસણી કરીને મહેન્દ્રનગર નિવાસી વિજયાબેન અને રમેશભાઈ વિઠ્ઠલભાઈ કાલરીયાના એન્જીનીયર પુત્ર ધવલની પસંદગી કરવામા આવી હતી અને લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આજે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, કથાકાર ધર્મેન્દ્ર બાપુ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યાં હતાં.

લગ્નપ્રસંગે નવદંપતીને આર્શીવચન પાઠવવા રાઘવજી ગડારા, રાજુ વરમોરા, રાજેશ બદ્ર્કીયા, બીપીન વ્યાસ, ઇલાબેન કાવર, દિનેશ વડસોલા, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. લગ્નોત્સવને સફળ બનાવવા વિકાસ વિધાલયના મેનેજર ભરત નિમાવત, અધિક્ષક નિરાલીબેન જાવિયા, ફરઝાનાબેન ખુરેચી, ચારૂલ્બેન નિમાવત, દમયંતીબેન નિમાવત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...